ગુજરાત

gujarat

ETV Bharat / state

નેતાઓના વાણી-વિલાસને જનતાનો જાકારો

જૂનાગઢઃ મેનકા ગાંધી અને આઝમ ખાન દ્વારા કરવામાં આવેલા વાણી વિલાસનો વિરોધ કરવામાં આવ્યો છે, ચૂંટણીના સમયે રાજકીય પક્ષ દ્વારા કરવામાં આવતા વાણી વિલાસને લઈને મતદારોમાં વિરોધ જોવા મળ્યો હતો.

સ્પોટ ફોટો

By

Published : Apr 14, 2019, 12:18 AM IST

યુપીની ચૂંટણી સભામાં ભાજપના મેનકા ગાંધી અને સપાના આઝમ ખાન દ્વારા જે રીતે મતદારોની વચ્ચે જઈને નિવેદનો કરવામાં તેને લઈને જૂનાગઢના મતદારોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ચૂંટણીના સમયમાં રાજકીય પક્ષના નેતાઓ દ્વારા તેમને અનુકૂળ વાતાવરણ ઉભું કરવા અને તેમના વિરોધીઓ પર તેમની ધાક જમાવવા માટે લોકશાહીમાં જાણી જોઈને સમાજમાં ભેદભાવ ઉભો થાય અને તેમના તરફી વાતાવરણ સર્જાય તે માટે વિવાદિત નિવેદનો કરવામાં આવતા હોય છે.

જનતાનો જાકારો

આવા નિવેદનો ચૂંટણીના સમયમાં નેતાઓ દ્વારા જાણી જોઈને કરાતા હોય છે જેને લઈને મતદારોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ચૂંટણીના સમયમાં નેતાઓ દ્વારા કરવામાં આવતા વાણી વિલાસને કારણે મતદારોમાં ધર્મને લઈને વિવાદ ઉભો થાય છે જેને જૂનાગઢના મતદારો જાકારો આપી રહ્યા છે અને નેતાઓ દ્વારા કરવામાં આવતા વાણી વિલાસ જો બંધ કરવામાં નહીં આવે તો આવા નેતાઓ સામે વિરોધ વ્યક્ત કરવામાં આવશે તેવું જણાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details