- માંગરોળમાં મીલ્લતનગરમાં લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત
- તંત્ર પર બેદરકારીના આક્ષેપ
- લોકોની સમસ્યાનું હજી સુધી કોઈ નિરાકરણ નહીં
માંગરોળના મીલ્લત નગરના લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત - mangrol
માંગરોળ પાલિકાની હદમાં આવેલી મીલ્લત નગર સોસાયટીમાં લોકો આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. પાલિકા દ્વારા તેમની કોઈ પણ સમસ્યાનું નિરાકરણ આવી રહ્યું નથી.
જૂનાગઢઃ માગરોળ પાલિકાની હદમાં આવેલી મીલ્લત નગર સોસાયટી આઝાદિના આટલા વર્ષો પછી પણ વિકાસ ઝંખે છે. પાલિકામાં ભાજપ કોગ્રેસની અનેક સરકાર આવી ગઈ, પરંતુ આ સોસાયટીના રહીશો આજે પણ જીવન જરુરીયાતની સુવિધાઓ માટે વલખા મારે છે.
લોકોની સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં
સરકાર દ્રારા વિકાસના દાવા કરાય છે, પરંતુ માંગરોળ પાલિકાની ઉદાસીનતાને લીઘે આજે પણ આ મીલ્લત નગરના લોકોને નથી રસ્તાઓની સુવિધા મળી કે, નથી પુરતું પીવાનું પાણી મળ્યું. આ સોસાયટીમાં મજુર તેમજ ગરીબ વર્ગ વધુ પ્રમાણમા રહે છે, જેઓના મકાન પણ જર્જરિત છે. જે જોતા ભલભલા માનવીને પણ લજ્જો આવે તેમ છે, પરંતુ માગરોળ પાલિકાના સત્તાધિશો પોતાની સત્તાના નશામા ચકનાચુર છે, હાલ માંગરોળ પાલિકામાં ભાજપ કોગ્રેસની ભાગીદારી વાળી સરકાર છે, ત્યારે મીલ્લત નગર વાસીઓ આટવા વર્ષો પછી પણ પ્રાથમીક સુવિધાથી વંચિત છે.
સોસાયટીમાં સુવિધાઓનો અભાવ
માંગરોળના બાયપાસ નજીક આવેલા આ મીલ્લત નગરમાં હાલ 200 જેટલા પરિવાર વસે છે. પાલિકા દ્રારા પાણીની પાઈપ લાઈન જોડાણ તો આપવામાં આવ્યું પણ પીવાનું પાણી પુરતા પ્રમાણ મળતું નથી. સ્થાનિકોનું માનીએ તો લોકોએ નળ જોડાણના પૈસા ભર્યા હોવા છતાં તેઓના કનેક્શન ભુતીયા છે તેમ કહી પાલિકાએ નોટીસ મારી હોવાના પણ પાલિકા ઉપર આક્ષેપો છે. આમ, ગરીબ લોકોને પડયા પર પાટુ જેવો ભાષ થઈ રહ્યો છે, એક તરફ સરકાર વિકાસના બંગડા ફુકી રહ્યા છે તો બીજી બાજૂ માંગરોળ પાલિકાની નીતીને પગલે મીલ્લત નગર વાસીઓના હાલ બે હાલ થયા છે, ત્યારે તંત્ર તાત્કાલિક આ સોસાયટી વાસીઓની વ્હારે આવે તેવી માગ ઉઠી છે.