જૂનાગઢઃ જીલ્લાના માંગરોળમાં છેલ્લા બે દિવસથી કરમદી, ચીંગરીયાની સીમમાં ઘન કચરો ઠાલવવા માટે કલેકટર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ છેલ્લા બે દિવસથી કરમડી, ચીંગરીયા ગામના સરંપચ સહિત લોકોએ આ ઘન કચરો ન ઠાલવવા માટે તંત્ર સાથે વિવાદ કર્યો હતો.
જૂનાગઢમાં 5 ગામનાં લોકોએ ઘન કચરો મુદ્દે મામલતદારને કરી રજૂઆત - માંગરોળ સમાચાર
જૂનાગઢના માંગરોળમાં આવેલા સિમમાં ઘન કચરાને ન ઠાલવવા બાબતે આવેદનપત્ર અપાયું છે. કરમડી, ચીંગરીયા, ગરેજ, સીલોદર સહિતના ગામના લોકોએ માંગરોળ મામલતદારને આ સંદર્ભે રજૂઆત કરી છે.
જૂનાગઢ
માંગરોળ નગરપાલિકા ઘન કચરો ઠાલવવા બાબતે કરમદી, ચીંગરીયા, ગોરેજ, સિલોદર સહીતના ચાર ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. ઘન કચરો નહી ઠાલવવા ચાર ગામના સરપંચ તેમજ મહિલાઓ સહિતના તમામ લોકોએ માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપી કચરો ન ઠાલવવા અંગે ઉગ્ર રજૂઆત કરી હતી.