વર્ષ 2014માં લોકસભાની ચૂંટણીના સમયે નરેન્દ્ર મોદી દ્વારા વચન આપવામાં આવ્યું હતું કે, દેશનું કાળું નાણું બહાર આવશે, જેથી દરેક મતદારોના ખાતામાં 15 લાખ આવશે. આ વાયદાને આજે 5 વર્ષ પુરા થઇ ગયા છે, તેમ છતાં 15 લાખને લઈને કોઈ નક્કર હકીકત મળી રહી નથી.
ચૂંટણીના વાયદાઓને લોકો ફક્ત રમૂજમાં લઈ રહ્યા છે - congress
જૂનાગઢ: ચૂંટણીના સમયમાં આપવામાં આવતા વચનોને લઈને મતદારોમાં રમુજની સાથે થોડી ચિંતા પણ જોવા મળી રહી છે. વર્ષ 2014માં 15 લાખ આપવાના વચન બાદ વર્ષ 2019માં 72 હજારની રોજગારીને લઈને મતદારો સમગ્ર વાતને ચૂંટણી પ્રચાર ગણી રહ્યા છે.
સ્પોટ ફોટો
ફરી એક વખત ચૂંટણીની બ્યુગલ વાગી ચૂક્યું છે. આ વખતે પણ ચૂંટણી સભામાં રાજકીય પક્ષ દ્વારા દેશના ગરીબ અને મધ્યમ વર્ગને વાર્ષિક 72 હજારની રોજગારી આપવાનું વચન આપવામાં આવ્યું છે, જેને લઈને ગરીબ અને મધ્યમ વર્ગના મતદારો આ વચનને પણ વર્ષ 2014માં આપવામાં આવેલા વચનની સાથે સરખાવી રહ્યા છે. હજુ 15 લાખ આવ્યા નથી ત્યારે 72 હજાર આવશે કે નહિ તેને લઈને પણ શંકાઓ સાથે રમૂજ કરી રહ્યા છે.