ગુજરાત

gujarat

By

Published : Apr 5, 2020, 10:24 PM IST

Updated : Apr 6, 2020, 6:05 PM IST

ETV Bharat / state

જૂનાગઢમાં લોકોએ દીપ પ્રગટાવી પીએમની અપીલને આપ્યું સમર્થન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાનને પગલે સમગ્ર દેશની સાથે જૂનાગઢ પણ ઝળહળતું જોવા મળ્યું હતુ. જૂનાગઢમાં લોકોએ દિપ પ્રગટાવી એકતાનો સંદેશો આપી કોરોના સામે લડવા પીએમ મોદીનું સમર્થન જાહેર કર્યુ હતુ.

Etv Bharat, Gujarati News, Junagadh News
જૂનાગઢમાં લોકોએ દીપ પ્રગટાવી પીએમની અપીલને આપ્યું સમર્થન

જૂનાગઢઃ બે દિવસ પહેલા વડાપ્રધાન મોદીએ વિડીયો સંદેશ મારફતે આજે એટલે કે 5 એપ્રિલે રાત્રીના ૯ કલાકે નવ મિનિટ સુધી સમગ્ર દેશની લાઈટો બંધ કરીને કોરોના વાઈરસ સામે લડવા દીપ જ્યોતિ પ્રજ્વલિત કરવાનું આહ્વાન કર્યું હતું. જેને લઈને આજે જૂનાગઢ પણ દીપ જ્યોતિથી પ્રજ્વલિત થતું જોવા મળ્યુ હતુ.

જૂનાગઢમાં લોકોએ દીપ પ્રગટાવી પીએમની અપીલને આપ્યું સમર્થન

બે દિવસ અગાઉ વડાપ્રધાન મોદી દ્વારા જે પ્રકારે કોરોના વાયરસ સામે લડવા આજના દિવસે રાત્રિના 9:00 કલાકે દીપ જ્યોતિ પ્રજ્વલિત કરીને નવ મિનિટ સુધી દેશની જનતાને અપીલ કરવાાં આવી હતી, કોરોનાવાયરસ સામે લડવા માટે એક જૂથ છે અને એકતાની શક્તિથી જ કોરોનાવાયરસને હરાવવામા ભારતને સફળતા મળશે તેવા આહ્વાનને પગલે આજે જૂનાગઢમાં પણ દીપ જ્યોતિ પ્રજ્વલિત કરવામાં આવી હતી. આજે નવના ટકોરે જૂનાગઢમાં આવેલો પ્રાચીન અને ઐતિહાસિક લડાઈના સાક્ષી સમો સરદાર પટેલ દરવાજો પણ નવના ટકોરે બંધ થયો હતો અને ત્યારબાદ લોકોએ પોતાના ઘર અને આંગણામાં દીપ જ્યોતિ પ્રજ્વલિત કરીને કોરોના વાઇરસ સામે લડવા માટે પોતાનું સમર્થન જાહેર કર્યું હતું

Last Updated : Apr 6, 2020, 6:05 PM IST

ABOUT THE AUTHOR

...view details