વરસાદને કારણે મગફળી અને ઘાસચારો બગડવાની શક્યતા - junagadh letest news
જૂનાગઢઃ ખેડૂતોએ મગફળીના તૈયાર પાકને જમીનમાંથી બહાર કાઢીને સૂકાવા માટે રાખ્યો હતો. ત્યારે અચાનક ધોધમાર વરસાદ પડતા તૈયાર મગફળીનો પાક વરસાદી પાણીમાં પલળી ગયો હતો.
વરસાદને પગલે મગફળી અને ઘાસચારો બગડવાની શક્યતા
શનિવારે બપોર બાદ જૂનાગઢના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને કારણે ખેતરમાં પડેલો મગફળીનો તૈયાર પાક પલળી ગયો છે. વરસાદી પાણીમાં મગફળી પલળી જવાથી તે કાળી પડી જાય છે .જેને કારણે તેના બજાર ભાવ પણ આવતા નથી. આ મગફળી સરકાર દ્વારા ટેકાના ભાવે પણ ખરીદવામાં આવતી નથી આવતી તો બીજી તરફ મગફળીની સાથે મગફળીનો ચારો પણ જે પશુઓ માટે ખૂબ જ ઉપયોગી હોય છે. તે પણ પલળી જતા હવે ખેડૂતો માટે વરસાદ પડયા પર પાટું સમાન લાગી રહ્યો છે.