ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ - મુદામાલ

જૂનાગઢઃ જિલ્લાના માંગરોળ ખાતે પોલીસ PSI રામ, ASI વાઢેર સહિત માંગરોળ પોલીસ સ્ટાફ દ્વારા કેશોદ બાયપાસ ચોકડી પર વાહન ચેકીંગ દરમિયાન શંકાસ્પદ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

ઇંગલિશ દારૂના જથ્થા સાથે કુલ 1 લાખ 95 હજાર 600 ના મુદામાલ સાથે એક શખ્સની ધરપકડ

By

Published : Sep 10, 2019, 1:03 PM IST

માંગરોળ પોલીસની ચેકીંગ દરમિયાન કેશોદ તરફથી આવતી છોટા હાથી પોલીસને શંકાસ્પદ લાગતા તેનું ચેકીંગ હાથ કરતા તેમાંથી વિદેશી દારૂના ટીનના બિયર પાર્સલ નંગ 17, દારૂની પેટી નંગ 33 ,જેમાં ચપટા 288, તથા બિયર 648 ,કિંમત રૂપિયા 93600 તેમજ મળી કુલ 1 લાખ 95 હજાર 600નું પ્રવાહી મુદામાલ સાથે આરોપી દેવકુભાઈ જીવાભાઈ ગઢવીની ધરપકડ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

જૂનાગઢમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

આટલા મોટા જથ્થામાં દારૂ ક્યાંથી આવ્યો છે, તેમજ ક્યાં જઈ રહ્યો છે. તેવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યાં છે. આ સમગ્ર હકીકત પોલીસ તપાસ બાદ સામે આવશે.

ABOUT THE AUTHOR

...view details