Mahashivratri 2023: મહાશિવરાત્રી પર્વ નિમિતે ભવનાથમાં શિવભક્તોએ કરી અપાર ભક્તિ જુનાગઢ: સમગ્ર ભારતમાં શિવરાત્રી મહોત્સવ ભાવ પૂર્વક ઉજવવામાં આવે છે. ત્યારે નાના શિવાલય થી માંડી બાર જ્યોતિર્લિંગના મુખ્ય મંદિરમાં અવનવા આયોજન સાથેના દિવ્ય શણગાર તથા વિવિધ આયોજનો કરી ભગવાન મહાદેવને ભક્તો પ્રસન્ન કરે છે. ત્યારે એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે સંસ્થાના અધ્યક્ષ પુજ્ય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજને શિવરાત્રી તથા શનિવારના સુભગ સમન્વયે પુજારી તથા ભક્તો દ્વારા દાદાને ત્રીસ હજાર રૂદ્રાક્ષથી ભવ્ય શિવલીંગ બનાવી આજુબાજુ બાર જ્યોતિર્લિંગના દિવ્ય દર્શન કરાવ્યા. દાદાની મહાઆરતી તથા પુજન ગુરુકુલના ઉપાધ્યક્ષ પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે કરાયું હતું. આ પવિત્ર દિવસે મોટી સંખ્યામાં ભક્તો એ દર્શન નો લાભ લીધો હતો.
આ પણ વાંચો:Mahashivratri 2023: સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર, 42 કલાક સુધી મંદિર રહેશે ખુલ્લું
ધાર્મિક કાર્યક્રમોનું આયોજન: આજે મહાશિવરાત્રીના મહાપર્વે દેવાધિદેવ સોમનાથ મહાદેવને પ્રથમ પહોરની આરતી થી શિવરાત્રીના તહેવારની ઉજવણી કરવાની શરૂઆત કરી હતી. વહેલી સવારે પ્રથમ પહોરની આરતી કર્યા બાદ નવ કલાકે સોમનાથ મહાદેવની વિશિષ્ટ પાલખી યાત્રાનુ પણ આયોજન કરાયું હતું. જેમાં રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી તેમના પત્ની સાથે હાજર રહ્યા હતા, તો સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી યોગેન્દ્ર દેસાઈ અને પ્રવીણ લહેરી પણ હાજર રહીને સોમનાથ મહાદેવની પાલખી યાત્રામાં સામેલ થયા હતા. આજે દિવસ દરમિયાન સોમનાથ મંદિર પરિસરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમનો આયોજન પણ કરાયું છે જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો હાજરી આપીને મહાશિવરાત્રીના તહેવારની ઉજવણી કરશે.
આ પણ વાંચો:Mahashivratri 2023: ભાંગ, ભસ્મ અને ભક્તિનો દિવસ એટલે શિવરાત, ભક્તોએ માણી ભાંગની મોજ
મહાદેવના લગ્નનો પ્રસંગ: મહાશિવરાત્રીના દિવસે આજે ભવનાથની ગીરી તળેટીમાં માહોલ શિવમય બનતો જાય છે, ત્યારે આજે મહાદેવના લગ્ન પ્રસંગે નાગાસન્યાસીઓ પણ ખૂબ જ ખુશીથી શિવરાત્રીના તહેવારની ઉજવણી કરી રહ્યા છે. ભવનાથમાં આવેલા નાગા સન્યાસી તપસી બાપુએ ઘોડેસવારી કરીને મહાશિવરાત્રીના પર્વને અનોખી રીતે ઉજવ્યો હતો. સનાતન ધર્મ સંસ્કૃતિની પરંપરા મુજબ આજે દેવાધિદેવ મહાદેવના લગ્નનો પ્રસંગ પણ છે, ત્યારે શિવના સૈનિક એવા નાગા સન્યાસીઓએ આજે ઘોડે સવારી કરીને શિવરાત્રીનો તહેવાર ધાર્મિક ઉત્સાહ સાથે મનાવ્યો છે.