ગુજરાત

gujarat

ETV Bharat / state

પોલીસને મળી સફળતા, વધુ એક વખત ચોરવાડમાંથી ઝડપાયો માદક પદાર્થ - Amount of hashish

જૂનાગઢ પોલીસને આજે સફળતા મળી છે. કુકસવાડા અને કેશોદના બે ઇસમો પાસેથી ગડુથી ખોરાસા તરફ જતા માર્ગ (Narcotic substance seized near Gadu) પર શંકાના આધારે તપાસ કરતા બંને પાસેથી 03 કિલો અને 147 ગ્રામ સરસનો જથ્થો મળી આવ્યું છે.

પોલીસને મળી સફળતા,  વધુ એક વખત ચોરવાડમાંથી ઝડપાયો માદક પદાર્થ
પોલીસને મળી સફળતા, વધુ એક વખત ચોરવાડમાંથી ઝડપાયો માદક પદાર્થ

By

Published : Oct 22, 2022, 5:06 PM IST

જૂનાગઢ પોલીસને આજે સફળતા મળી છે. કુકસવાડા અને કેશોદના બે ઇસમો પાસેથી ગડુથી (Narcotic substance seized near Gadu) ખોરાસા તરફ જતા માર્ગ પર શંકાના આધારે તપાસ કરતા બંને પાસેથી 03 કિલો અને 147 ગ્રામ સરસનો જથ્થોમળી આવ્યું છે. જેની બજાર કિંમત અંદાજિત 4,72,000 કરતાં વધુ થાય છે. સમગ્ર મામલામાં પોલીસે બંને આરોપીનીઅટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયો માદક પદાર્થગડું નજીકથી ઝડપાયો માદક પદાર્થ ચરસ જુનાગઢ સ્પેશિયલ બ્રાન્ચને આજે મોટી સફળતા મળી છે. દિવાળીના તહેવાર પૂર્વેજ યુવાધનને બરબાદ કરી શકે તેવા માદક પદાર્થ ચરસના જથ્થા સાથે કુકસવાળા અને કેશોદના બે આરોપીને પકડી પાડવામાં જુનાગઢ પોલીસને સફળતા મળી છે. પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે ગડુથી ખોરાસા તરફ જતા માર્ગ પરથી બંને શંકાસ્પદ વ્યક્તિ દીપક સોલંકી અને મનસુખ ડાભીની તપાસ કરતા તેની પાસેથી 3 કીલો અને 147 ગ્રામ માદક પદાર્થ ચરસ મળી આવ્યું હતું. જેને લઈને પોલીસે બંને અટકાયત કરી છે.

કુખ્યાત વિસ્તારપાછલા કેટલાક સમયથી જૂનાગઢનો ચોરવાડ વિસ્તાર માદક પદાર્થને હેરાફેરી કરવાની લઈને કુખ્યાત બની રહ્યો છે. બે મહિના પૂર્વે કુકસવાળા ગામમાંથી એમડી નામનુ ડ્રગ્સ પણ ઝડપાયુ હતુ ત્યારે આજે ચરસ પકડી પાડવામાં સ્પેશિયલ બ્રાન્ચને સફળતા મળી છે

મુદ્દા માલ કર્યો જપ્તજુનાગઢ પોલીસે ત્રણ કિલો 147 ગ્રામ ચરસના જથ્થા સાથે કેશોદ અને કુકસવાડા ગામના બે આરોપી ની ધરપકડ કરી છે. પાછલા કેટલાક સમય થી માંગરોળ અને ચોરવાડ નજીકના દરિયાકાંઠા વિસ્તારમાંથી પણ ચરસના પેકેટો મળી આવવાની ઘટના સામે આવી હતી. ત્યારે આજે વધુ એક વખત બે ઈસમો માદક પદાર્થ ચરસ ની હેરાફેરી કરે તે પૂર્વેજ તેને પકડી પાડીને દિવાળીના તહેવારો દરમિયાન નશીલા પદાર્થની હેરાફેરી અને તેના કારોબાર ને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ખુલ્લો પાડ્યો છે.

પોલીસની સફળતાનશીલા પદાર્થો યુવાધનને બરબાદ કરવા માટે આવી રહ્યા છે વધુ એક વખત પોલીસની સફળતાને કારણે ડ્રગ્સ બંધાણીઓ સુધી પહોંચે તે પહેલા પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે આ પ્રકારનો રેકેટ પાછલા ઘણા વર્ષથી ચાલી રહ્યું છે જેની જડ માં જઈને ડ્રગ્સ ના કારોબાર સાથે સંકળાયેલા મોટા માથાઓને પકડી પાડવામાં સફળતા મળે તો ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવતા નશીલા પદાર્થો પર પણ કમર કસી શકાય તેમ છે

ABOUT THE AUTHOR

...view details