ગુજરાત

gujarat

આગામી મેં મહિનામાં ગીરના સિંહોની કરવામાં આવશે ગણતરી

આગામી મેં મહિનામાં ગીરના સિંહોની વસ્તી ગણતરીનું મહા અભિયાન વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે. જેને લઈને જૂનાગઢ વન વિભાગ દ્વારા પ્રાથમિક તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

By

Published : Feb 27, 2020, 4:33 PM IST

Published : Feb 27, 2020, 4:33 PM IST

Updated : Feb 27, 2020, 9:11 PM IST

junagadh
આગામી મેં મહિનામાં ગીરના સિંહોની કરવામાં આવશે ગણતરી

જૂનાગઢઃ આગામી મેં મહિનામાં ગીરના સિંહોની વસ્તી ગણતરીનું મહા અભિયાન વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવનાર છે. જેને લઈને જૂનાગઢ વન વિભાગ દ્વારા પ્રાથમિક તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2015માં સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ત્યાર બાદ ફરી 2020માં સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવનાર છે.

આગામી મેં મહિનામાં ગીરના સિંહોની કરવામાં આવશે ગણતરી
વર્ષ 2015માં સિંહોની ગણતરી બાદ 532 જેટલા સિંહો ગીર અને આસપાસના વિસ્તારોમાં જોવા મળ્યા હતા. ત્યારે આ વર્ષની ગણતરી બાદ તેમાં વધારો થશે તેવી માનવામાં આવી રહ્યુ છે. આ વખતની ગણતરીમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ બોટાદ રાજકોટ સુરેન્દ્રનગર પોરબંદર ભાવનગર અને મોરબી જિલ્લામાં ગણતરીનું કામ હાથ ધરવામાં આવશે અંદાજિત 30 હજાર ચોરસ ફૂટ વિસ્તરામાં ગણતરી કરવામાં આવશે. જેમાં GPS ટેબ્લેટ રેડિયો કોલર સહીત 2600 જેટલા કર્મચારીઓની મદદ લેવામાં આવશે.
Last Updated : Feb 27, 2020, 9:11 PM IST

ABOUT THE AUTHOR

...view details