ગુજરાત

gujarat

ETV Bharat / state

90 દિવસમાં ગિરનાર રોપ વે મારફતે બે લાખથી વધુ લોકોએ કરી સફર - એશિયાનો સૌથી લાંબા રોપ વે

એશિયાનો સૌથી લાંબો રોપ-વે એટલે ગીરનાર રોપ વે 24 ઓક્ટોબરના દિવસે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. ત્યારે 25મી ઓક્ટોબરથી રોપ વે સામાન્ય પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકાયો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી અંદાજિત 2 લાખ પ્રવાસીઓએ ગિરનાર રોપ વેની સફર કરી છે. જેના દ્વારા રોપ વે સંચાલક કંપનીને 10 કરોડથી વધુની આવક થઈ છે.

Girnar ropeway
Girnar ropeway

By

Published : Jan 22, 2021, 6:04 PM IST

  • ગિરનાર રોપ વે શરૂ થયાને 90 દિવસમાં બે લાખથી વધુ યાત્રિકોએ કરી સફર
  • રોપ વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપનીને 10 કરોડથી વધુની આવક
  • અત્યાર સુધીમાં 4 કરતા વધુ વાર ગિરનાર રોપ વેને અમુક કલાકો માટે બંધ રાખવાની ફરજ પડી

જૂનાગઢ : એશિયાના સૌથી લાંબા ગિરનાર રોપ-વે ગત 24 ઓક્ટોબરના દિવસે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. ત્યારબાદ અત્યાર સુધીમાં બે લાખ જેટલા પ્રવાસીઓએ ગિરનાર રોપ વેની સફરની મોજ માણી હતી. જેના થકી રોપ વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપનીને અંદાજિત 10 કરોડ કરતાં વધુની આવક થયાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. હજૂ પણ યાત્રિકોનો પ્રવાહ ગિરનાર રોપ વેની સફર માટે આવી રહ્યો છે. આગામી દિવસોમાં હજૂ પણ જ્યારે કોરોના સંક્રમણ સંપૂર્ણપણે દૂર થઈ જશે, ત્યારે દેશ અને દુનિયાના યાત્રિકો પણ ગિરનાર રોપ વેની મજા લેવા માટે જૂનાગઢમાં ચોક્કસ આવશે.

ગત 90 દિવસમાં ગિરનાર રોપ વે મારફતે બે લાખથી વધુ લોકોએ કરી સફર

અત્યાર સુધીમાં 4થી વધુ વાર રોપ વેન બંધ રાખવાની ફરજ પડી

24 નવેમ્બરથી શરૂ થયેલો એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ વે થોડા દિવસો બાદ 3 મહિના પૂર્ણ કરવા જઈ રહ્યો છે. ત્યારે આ સમયગાળા દરમિયાન 4 કરતા વધુ કિસ્સાઓમાં ગિરનાર રોપ વેનું સંચાલન ખાસ કરીને સવારના સમયે બંધ રાખવાની ફરજ ઉષા બ્રેકો કંપનીના સંચાલકોને પડી છે. ગત અઠવાડિયા દરમિયાન જે પ્રકારે ખૂબ ઠંડીની લહેર ચાલી હતી. આ સમયે સવારના 8થી 9ના સમયગાળા દરમિયાન ખૂબ જ જૂજ યાત્રિકો ગિરનાર રોપ વેમાં પ્રવાસ કરવા માટે આવતા હતા. જે કારણે સવારના 8થી લઈને 9 કલાક સુધી ગિરનાર રોપ વેનું સંચાલન બે કે તેથી વધુ વખત બંધ રાખવાની ફરજ પડી હતી. જ્યારે શિયાળા દરમિયાન ગિરનાર પર્વત પર પવનની તીવ્રતા વધુ હોવાને કારણે પણ ગિરનાર રોપ વેને 3 ત્રણ મહિનામાં બે વખત સવારના સમયે સંચાલન અટકાવી દેવામાં આવ્યું હતું. જે બાદ પવન પૂર્વવત થતા રોપ વેનું સંચાલન પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું.

રોપ વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપનીને 10 કરોડથી વધુની આવક

રોપવેના મેન્ટેનન્સ અંગે ગિરનાર રોપ વેના PROએ આપી જાણકારી

એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ વે હોવાને કારણે તેનું મેન્ટેનન્સ પણ ખૂબ જરૂરી અને જટિલ હોવાનું માનવામાં આવી રહ્યું છે. સમગ્ર મામલાને લઈને ગિરનાર રોપ વેના ફરજ પરના અધિકારી મનોજ પવાર સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. જેમાં રોપ વેનું મેન્ટેનન્સ દૈનિક ધોરણે થતું હોવાનું તેમને જણાવ્યું હતું. આ સિવાય જ્યારે રોપવે ચાલુ હોય છે, તે સમય દરમિયાન પણ ટેકનોલોજીના મારફતે ઇજનેરો સતત સુરક્ષાને લઇને સતેજ જોવા મળે છે. આધુનિક ટેકનોલોજીના માધ્યમથી રોપ વે જ્યારે ચાલુ હોય ત્યારે પણ ઈજનેર સતત રોપ વેની ગતિવિધિ પર નિયંત્રણ અને નજર રાખી રહ્યા હોય છે. કોઈપણ પ્રકારનો યાંત્રિક કે અન્ય કોઇ વિક્ષેપ આવતા પહેલા ટેકનોલોજીના મારફતે ઈજનેરોને ત્રુટિની જાણકારી મળી રહેતી હોય છે. ત્યારે અત્યાર સુધીમાં રોપ વેનું સંચાલન મેન્ટેનન્સ કરવાને લઈને અટકાવી દેવામાં આવ્યું હોય તેવું હજૂ સુધી બન્યું નથી. રોપ વે જ્યારે સવારના 8:00 શરૂ થાય અને સાંજે 6:00 પૂર્ણ થાય આ બે સમય દરમિયાન તમામ પ્રકારના સુરક્ષા ધોરણો જે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. તેની પૂરતી ચકાસણી કર્યા બાદ જ રોપ વેને શરૂ કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details