જૂનાગઢ:સંભવિત વાવાઝોડાના ખતરાને પગલે જૂનાગઢ, વેરાવળ અને પોરબંદર રેલવે સ્ટેશન પરથી ચાલતી 40 કરતા વધુ પ્રવાસી ટ્રેનને આગામી 15 તારીખની રાત્રિના 12:00 વાગ્યા સુધી સ્થગિત કરવાનો નિર્ણય રેલવે વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. યાત્રિકોની સાથે પ્રવાસી ટ્રેનની સલામતી જળવાઈ તેને ધ્યાને રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. જે ટ્રેન સ્થગિત કરાઈ છે તેને અનુક્રમે જૂનાગઢ, વેરાવળ અને પોરબંદર રેલવે સ્ટેશન પર રોકી દેવામાં આવી છે અન્ય કેટલીક ટ્રેનોને અમદાવાદ સ્થગિત કરાઈ છે.
Cyclone Biparjoy: જૂનાગઢ, વેરાવળ અને પોરબંદરની 40 કરતા વધુ ટ્રેનો કરાઈ સ્થગિત - વેરાવળ અને પોરબંદરની 40 કરતા વધુ ટ્રેનો સ્થગિત
સંભવિત વાવાઝોડાને પગલે જૂનાગઢ, પોરબંદર અને વેરાવળ રેલવે સ્ટેશન પરથી જતી 40 જેટલી ટ્રેનોને 15 તારીખ સુધી સ્થગિત કરાઈ છે અથવા તો તેને અમદાવાદ સ્ટેશન તરફ રોકી દેવામાં આવી છે. 15 તારીખના રાત્રિના બે વાગ્યા બાદ સ્થગિત કરાયેલ રેલવે વ્યવહાર ફરી એક વખત પૂર્વવત થાય તેવી શક્યતાઓ છે
15 તારીખને મધ્યરાત્રીથી થઈ શકે પૂર્વવત:આગામી 15 મી તારીખની મધ્યરાત્રિના 12:00 કલાકે ગઈ કાલથી સ્થગિત કરવામાં આવેલી તમામ 40 જેટલી ટ્રેનો પૂર્વવત થવાની શક્યતા છે. વધુમાં જૂનાગઢ, વેરાવળ અમરેલી અને દેલવાડા સુધી ચાલતી મીટરગેજ લાઈન પણ 15 મી તારીખ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. વર્ષ 1982 માં આવેલા હોનારત સમયે પણ રેલ્વે વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો તે સમયે રેલવેના ટ્રેક ધોવાઈ જતા તેને પણ ખૂબ મોટું નુકસાન થયું હતું. ફરી એક વખત 40 વર્ષ બાદ શક્તિશાળી વાવાઝોડાને પગલે રેલવે વિભાગે આગતરો નિર્ણય કરીને ટ્રેનોને સ્થગિત કરીને નજીકના સ્ટેશનને રોકી દીધી છે.
ભારતના સંપર્ક સાથે સૌરાષ્ટ્ર કપાયું:જૂનાગઢ, વેરાવળ અને પોરબંદર રેલવે સ્ટેશન પરથી ભારતના અન્ય રાજ્યોમાં જતી લાંબા અંતરની મોટા ભાગની ટ્રેનો રદ કરી દેવામાં આવી છે જેથી વાવાઝોડાના સમયે સૌરાષ્ટ્રના પોરબંદર જૂનાગઢ, વેરાવળ અને અમરેલી જિલ્લો રેલ સેવાઓથી કપાઈ ગયો છે. વેરાવળ, પોરબંદર અને જુનાગઢથી જબલપુર ત્રિવેન્દ્રમ પુણે અમદાવાદ દિલ્હી મોતીહારી કલકત્તા સિકંદરાબાદ અને ઉજ્જૈન જેવા મહત્વના સ્થળો પર રેલવે સીધી રીતે જોડાયેલું હતું પરંતુ વાવાઝોડાને કારણે સ્થગિત કરાયેલા રેલવે વ્યવહારથી 15 તારીખ સુધી સમગ્ર જૂનાગઢ, વેરાવળ અને પોરબંદર જિલ્લો રેલવે માર્ગેથી કપાયેલો જોવા મળશે.