જૂનાગઢઃ હવાનું નીચું દબાણ હિમાલય તરફ સક્રિય હોવાને કારણે આગામી 23 અને 24મી જૂનના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની આગાહી જૂનાગઢ કૃષિ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હજૂ પણ વરસાદ રાહ જોવડાવી શકે છે.
જૂનાગઢ કૃષિ હવામાન વિભાગની આગાહી
- 23 અને 24મી જૂનના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે
- હવાનું હળવું દબાણ હિમાલય તરફ સર્જાયું છે
- હવાનું હળવું દબાણ દક્ષિણ તરફ આગળ વધીને સક્રિય થાય તો સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદ પડી શકે છે
- ખેડૂતોએ કરેલી વાવણી પર તોળાઇ રહ્યું છે સંકટ
- વાવાઝોડાને કારણે વરસાદ પડતા મોટાભાગના ખેડૂતો ભોગવી ચૂક્યા છે નુકસાન
જૂનાગઢમાં આવેલા કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે. જે પ્રકારે ચોમાસાના પ્રારંભના દિવસોમાં આવેલા વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડયો હતો પરંતુ ત્યાર બાદ અમરેલી જિલ્લાને બાદ કરતાં હજૂ સુધી સૌરાષ્ટ્રમાં વરસાદની ગેરહાજરીમાં ઉનાળા જેવું વાતાવરણ સર્જાયું છે.