- હોળીની જાળ પરથી દેશી વરતારો વાંચતા આગાહીકારોએ કરી ચોમાસાની આગાહી
- દેશી પદ્ધતિથી સૌરાષ્ટ્રમાં વરસાદનો વરતારો દર વર્ષે કરાય છે વ્યક્ત
- આગામી ચોમાસુ ખંડગ્રાસ રૂપે જોવા મળે તેવી વ્યક્ત થઈ શક્યતાઓ
- મે મહિનાના અંતિમ દિવસોમાં વાવાઝોડા સાથે વરસાદની કરાઈ આગાહી
જૂનાગઢ : આગામી ચોમાસાને લઈને વરસાદનો દેશી વરતારો વ્યક્ત કરવામાં આવ્યો છે, પ્રાચીન પરંપરાઓ મુજબ દર વર્ષે આ પ્રકારનો દેશી વરતારો ચોમાસાને લઈને વ્યક્ત કરવામાં આવતો હોય છે. હોળીની જાળને જોઈને આગાહીકારો આગામી ચોમાસાની આગાહી કરતા હોય છે, તે મુજબ આ વર્ષે ગુજરાતના કેટલા જિલ્લામાં ચોમાસું નબળું તો કેટલાક જિલ્લામાં ચોમાસાનો સારો વરસાદ પડવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે. હોળીની જાળનો પવન પૂર્વથી પશ્ચિમથી પૂર્વ તરફ જોવા મળે, તો આ વિસ્તારમાં સારો વરસાદ પડવાની શક્યતાઓ વર્ષોથી વ્યક્ત કરાઈ રહી છે, તો બીજી તરફ નૈઋત્યથી ઇશાન તરફ જતો પવન નબળા ચોમાસાની આગાહી કરે છે.
આ પણ વાંચો -સાબરકાંઠામાં ઉત્તરાયણ નિમિત્તે દેવ ચકલીથી નવા વર્ષનો વરતારો કરાયો
આ વર્ષે કેટલાક પ્રદેશમાં પશ્ચિમથી પૂર્વ કેટલાક પ્રદેશમાં નૈઋત્યથી લઈને ઈશાનનો પણ જોવા મળ્યો
આ વર્ષે જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લામાં હોળીની જાળનો પવન પશ્ચિમથી પૂર્વ તરફ જોવા મળતો હતો. જેને લઇને આ જિલ્લાઓમાં ચોમાસા દરમિયાન ખૂબ સારો વરસાદ પડવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે. બીજી તરફ સૌરાષ્ટ્રના જ કેટલાક જિલ્લાઓમાં નૈઋત્યથી લઈને ઇશાન તરફનો પવન પણ હોળીની જાળનો જોવા મળ્યો હતો. જે સ્પષ્ટ બતાવી આપે છે કે, આ પ્રકારના પવનોથી ચોમાસાની ગતિમાં વિક્ષેપ પડે છે અને સરેરાશ કરતાં પણ ખૂબ ઓછા વરસાદ નૈઋત્યથી લઈને ઇશાન તરફ વાતા પવનવાળા પ્રદેશોમાં જોવા મળે છે.