ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારત બંધના એલાનને પગલે જૂનાગઢમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ

29 જાન્યુઆરીના રોજ ભારત બંધના એલાનને લઈને જૂનાગઢમાં રાજકીય, સામાજિક અગ્રણીઓ અને વેપારીઓ સાથે પોલીસ અધિકારીઓએ શાંતિ સમિતિની બેઠક યોજી હતી.

જૂનાગઢ
જૂનાગઢ

By

Published : Jan 28, 2020, 10:32 PM IST

જૂનાગઢઃ 29 જાન્યુઆરીના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને લઈને જૂનાગઢ પોલીસ દ્વારા રાજકીય સામાજિક અને વેપારીઓ અગ્રણીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.

જૂનાગઢ પોલીસ દ્વારા A ડિવિઝન પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠકમાં બંધના એલાનને લઈને શાંતિ પૂર્ણ વાતાવરણ બની રહે તે માટે સહમતી દર્શાવી હતી.

ભારત બંધના એલાનને પગલે જૂનાગઢમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ
ભાજપ કોંગ્રેસ સહીત અનેક રાજકીય અગ્રણીઓની સાથે સામાજિક અને ધાર્મિક વ્યક્તિઓએ પણ હાજરી આપી હતી અને બુધવારે બંધને લઈને શાંતિ પૂર્ણ પાળવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં જૂનાગઢ શહેરના અગ્રણી વેપારીઓ પણ જોડાયા હતા અને બંધને લઈને પોલીસ અધિકારીઓ સાથે સંકલનમાં રહીને બંધ પાડવાની ખાતરી આપી હતી.જૂનાગઢ શહેર કોમી એકતા માટે કાયમ મિસાલ રહ્યું છે, સામાન્ય ઘટનાઓને બાદ કરતા આજ દિન સુધી કોઈ અનીચ્છનીય બનવાનો બન્યા નથી. જેને લઈને જૂનાગઢની શાંતિમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે પહેલેથી જ સાવચેતી રાખવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details