ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં 'સફાઈની થીમ' પર પ્રથમ વખત યોજાશે મેરેથોન દોડ - Running a marathon

આગામી બીજી ફેબ્રુઆરીના દિવસે જૂનાગઢ કોર્પોરેશન દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને કોર્પોરેશનના અધિકારીઓએ પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી.

Junagadh
જૂનાગઢ

By

Published : Jan 25, 2020, 11:53 PM IST

જૂનાગઢ: જૂનાગઢ કોર્પોરેશન દ્વારા આગામી બીજી ફેબ્રુઆરીના દિવસે શહેરમાં પ્રથમ વખત મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને કોર્પોરેશનના અધિકારીઓએ પત્રકાર પરિષદ યોજીને મેરેથોન દોડ અંગે મીડિયાને માહિતગાર કરી હતી. આ દોડનું આયોજન જૂનાગઢ કોર્પોરેશન અને કેટલીક સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે.

જૂનાગઢમાં 'સફાઈની થીમ' પર પ્રથમ વખત યોજાશે મેરેથોન દોડ

શહેરીજનોમાં સફાઈનું મહત્વ વધે તેમજ જૂનાગઢના હેરિટેજ વારસાની માહિતી વધુને વધુ લોકો સુધી પહોંચે તે ઉદ્દેશ્યથી આ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે.

મેરેથોન દોડનું આયોજન 1 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21 કિલોમીટર એમ ચાર તબક્કામાં કરવામાં આવ્યું છે. દોડ માટેનું રજીસ્ટ્રેશન 27 જાન્યુઆરી સુધી કરવામાં આવશે. અત્યાર સુધીમાં કુલ સાત હજારથી વધુ લોકોએ મેરેથોન દોડમાં ભાગ લેવા માટે તેમનુ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details