પ્રધાનમંત્રી ગરીબ આવાસ યોજનાથી જૂનાગઢના અનેક ગરીબોને મળ્યો આશરો - junagadh news
આમ તો મોટેભાગે સરકરાની કોઈ પણ યોજાનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચતો નથી. પરંતુ જૂનાગઢમાં પ્રધાનમંત્રી ગરીબ આવાસ યોજનાથી અનેક ગરીબોને ઘર મળ્યા છે અને અનેક લોકો સુધી આ યોજનાનો લાભ પહોંચ્યો છે. ચાલો જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં...
junagadh
જૂનાગઢઃ પ્રધાનમંત્રી ગરીબ આવાસ યોજનાને જિલ્લામાં ખૂબ સારો આવકાર મળી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં 1293 જેટલા ઘરો પ્રધાનમંત્રી ગરીબ આવાસ યોજનાના લાભાર્થીઓને ફાળવી આપવામાં આવ્યા છે. જેમાં હાલ તમામ ગરીબ પરિવારો નિવાસ કરી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં બાકી રહેતા પરિવારોને પણ ટૂંક સમયમાં આવાસની ફાળવણી કરી આપવામાં આવશે તેવો નિર્ધાર Etv Bharat સાથેની વાતચીતમાં એજન્સીના નિયામક જાડેજાએ વ્યક્ત કર્યો હતો.