ગુજરાત

gujarat

બિન સચિવાલય પરીક્ષા મુદ્દે માંગરોળમાં વિદ્યાર્થીઓએ મામલતદારને આપ્યું આવેદન

By

Published : Nov 22, 2019, 10:52 PM IST

જૂનાગઢ: બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતી થયાનો વિદ્યાર્થી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેમજ પરીક્ષાની માગને લઇને વિધાર્થીઓએ માંગરોળ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

etv bharat

બિન સચિવાલય ઓફીસ આસિસ્ટન્ટની પરીક્ષાને લઇને વિધાર્થીઓ દ્વારા માંગરોળ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા મુજબ આ ગેરરીતીનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તેમજ અમુક જિલ્લામાં રાત્રીના ત્રણ વાગ્યે પેપર ફુટયું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.

બિન સચિવાલય પરીક્ષા મુદ્દે માંગરોળમાં વિદ્યાર્થીઓએ મામલતદારને આપ્યું આવેદન

આ બાબતે પોલીસ ફરિયાદ પણ ન લેવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો હતો. તેમજ જિલ્લાઓમાં પેપરના સીલ તુટેલા મળી આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું. જયારે ઘણા જિલ્લાઓમાં પરીક્ષાના સમયે જ ગેરરીતીના વીડિયો વાયરલ થયાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. જયારે ઘણા જિલ્લાઓમાં ચાલુ પરીક્ષા દરમિયાન સુપર વાઇઝર દ્વારા પેપરના પ્રશ્નોના જવાબો પણ લખાવાયા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details