ગુજરાત

gujarat

By

Published : Sep 12, 2019, 7:34 AM IST

ETV Bharat / state

જૂનાગઢમાં માંગરોળ મામલતદારે પેશકદમી ધારકોને ફટકારી નોટીસ

જૂનાગઢ: માંગરોળ તાલુકામા બીલાડીના ટોપની જેમ રેવેન્યુ સરકારી જમીન ઉપર ઘણા ઈસમો દ્રારા પેશકદમી કરવામાં આવી છે, ત્યારે માંગરોળના શીલ ગામે 60 વીઘા સરકારી જમીનમાં 50 વીઘા જમીનમાં પેશકદમી કરાઈ છે, ત્યારે જૂનાગઢ માંગરોળમા પેશકદમી દુર કરવા નવ નિયુક્ત મામલતદારે તમામ પેશકદમી ધારકોને નોટીસ પાઠવી છે.

MANGROL

આ સંદર્ભે માંગરોળ મામલતદાર શીલ ગામે ઈસમો દ્રારા રેવેન્યુ સર્વે વાળી જમીન ઉપર દબાણ કરવામાં આવેલ જેના અનુલક્ષી માંગરોળ મામલતદાર જમીન મહેશુલ કાયદા હેઠળ નોટીસ પાઠવી હતી. આ નોટીશનો ત્રણ દિવસમાં જવાબ આપવા જે તે ઈસમોને નોટીસ પાઠવી હતી જેનો જવાબ દેવામા નહીં આવે તો તેના વિરૂદ્ધ કાનુની કાર્યવાહી થઈ શકશે. તેમજ આ જમીનમાં કરેલ પેશકદમીને દુર કરવા મામલતદાર તેમજ તેમની ટીમ તૈનાત કરાઇ છે.

જૂનાગઢમાં માંગરોળ મામલતદારે પેશકદમી ધારકોને ફટકારી નોટીસ

માંગરોળ તાલુકા તેમજ શહેરમા ઘણા એવા વિસ્તારો છે, જ્યાં ભુ-માફીયા દ્રારા કોઈ પણ તંત્રના ડર વિના પેશકદમી કરી જમાવડો કરેલો છે, ત્યારે મામલતદાર દ્વારા લાલ આંખ કરતાની સાથે જ ભુ-માફીયાઓમાં ફફડાટ ફેલાયો છે. માંગરોળ મામલતદાર કચેરી ખાતે સ્ટાફની અછત હોવા છતા આજે રજામાં તેમજ રવિવારના દિવસે પણ કચેરીના ઘણા અધીકારીઓ દ્રારા કામગીરી ચાલુ રાખવામા આવી છે. જયારે હાલ તો નોટીસ અપાઇ છે, પરંતુ અમલ કયારે થશે તે તો જોવાનું રહેશે.

ABOUT THE AUTHOR

...view details