ગુજરાત

gujarat

ETV Bharat / state

માણાવદરથી કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાયેલા અરવિંદ લાડાણી સાથે વાતચીત, 5 વર્ષના કામકાજની રુપરેખા તૈયાર - Javahar Chavda Lose

માણાવદર વિધાનસભા બેઠક (Manavadar Assembly Seat )પર ભાજપના દિગ્ગજ નેતા જવાહર ચાવડા( Javahar Chavda Lose )ને પરાસ્ત કરીને કોંગ્રેસના અરવિંદ લાડાણીએ કોંગ્રેસની આબરૂ (Congress Winner Candidate in Junagadh )સાચવી છે. વિજેતા અરવિંદ લાડાણીએ આગામી પાંચ વર્ષ સુધી વિસ્તારના કામોને લઈને ખુલ્લા મને વાત (Arvind Ladani Interview )કરી હતી.

માણાવદરથી કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાયેલા અરવિંદ લાડાણી સાથે વાતચીત, 5 વર્ષના કામકાજની રુપરેખા તૈયાર
માણાવદરથી કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાયેલા અરવિંદ લાડાણી સાથે વાતચીત, 5 વર્ષના કામકાજની રુપરેખા તૈયાર

By

Published : Dec 10, 2022, 6:13 PM IST

પાંચ વર્ષ સુધી વિસ્તારના કામોને લઈને તૈયાર છે લાડાણી

જૂનાગઢ જિલ્લાની માણાવદર વિધાનસભા બેઠક (Manavadar Assembly Seat ) પર ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાને ચૂંટણી જંગમાં પરાસ્ત Javahar Chavda Lose ) કરનાર અરવિંદ લાડાણી લાઇમ લાઇટમાં (Congress Winner Candidate in Junagadh )છે. કોંગ્રેસનું નાક સાચવતાં વિજેતા ઉમેદવાર અરવિંદ લાડાણીએ આગામી પાંચ વર્ષને લઇ વિસ્તારના કામોની રુપરેખા વિશે વાત (Arvind Ladani Interview ) કરી હતી.

સવાલ આગામી પાંચ વર્ષ માટે માણાવદર વિધાનસભા મતવિસ્તારમાં વિકાસના કામોને લઈને તમારી રુપરેખા શું છે

જવાબ માણાવદર વિધાનસભા મતવિસ્તારમાં આજે પણ અનેક પ્રશ્નો જોવા મળે છે. 140 કરતા વધુ ગામડાઓનો સમાવેશ વિધાનસભામાં થાય છે સાથે સાથે વંથલી, માણાવદર, બાટવા અને મેંદરડા જેવા શહેરી વિસ્તારનો સમાવેશ થાય છે. પરંતુ માણાવદર શહેરી વિસ્તારમાં આજે પણ ચાર દિવસે પીવાનું પાણી મળે છે તેને લઈને પ્રથમ દિવસથી ચિતીત બન્યા છે અને મત વિસ્તારના તમામ ગામોને દરરોજ પીવાનું પાણી મળી રહે તે માટે કામ કરવાની વાત (Arvind Ladani Interview )કરી છે. વધુમાં એક ગામથી બીજા ગામને જોડતા માર્ગો ખૂબ જ ખખડધજ બન્યા છે તેના નવીનીકરણને લઈને પણ તેઓ કામ કરવાની શરૂઆત કરી દીધી છે.

સવાલમાણાવદર વિધાનસભાના સ્થાનિક મુદ્દાઓ પર કેવું કામ કરવાની ઈચ્છા ધરાવો છો

જવાબ પાછલા દસ વર્ષથી સમગ્ર માણાવદર વિધાનસભા મતવિસ્તારમાં અનેક પડતર પ્રશ્નોની ભરમાર છે. પાછલા ચાર વર્ષથી કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ધારાસભ્ય સરકારમાં પ્રધાન બન્યા તેમ છતાં મતવિસ્તારના પડતર પ્રશ્નોનો કોઈ નિકાલ આવ્યો નથી. પીવાના પાણીથી લઈને ખેડૂતોને સિંચાઈ માટે અપાતી વિજળી ખખડધજ બની ગયેલા માર્ગ અને શિક્ષણની સાથે આરોગ્યની સવલતો કાયમી ધોરણે મુશ્કેલીમાંથી બહાર આવે તે માટે પાંચ વર્ષ સુધી કામ કરવાની નેમ (Arvind Ladani Interview ) છે.

સવાલ માણાવદર વિધાનસભા મતવિસ્તારની સૌથી મોટી સમસ્યા શું અને તેના નિવારણ માટે તમારી કક્ષાએથી કેવું કામ કરવામાં આવશે

જવાબ માણાવદર વિધાનસભા મતવિસ્તાર ચાર તાલુકાની જોડતો મત વિસ્તાર છે. જેથી મોટી સમસ્યા દરેક તાલુકામાં જોવા મળે છે તેના નિરાકરણને લઈને ખૂબ ખંતથી કામ કરવું પડશે વિધાનસભામાં માર્ગોની હાલત દયાજનક છે. ખેડૂતોને સિંચાઈ માટેની વીજળી આજે પણ દિવસે મળતી નથી. ગીર વિસ્તારના ગામોમાં જંગલી પ્રાણીઓને કારણે ખેડૂત અને ખેતર મજૂરોને મુશ્કેલી ઊભી થાય છે. ત્યારે આ વિસ્તારમાં ખેતી માટેની વીજળી દિવસ દરમિયાન આઠ કલાક સુધી મળે તે માટેના પ્રયાસો (Arvind Ladani Interview ) કરવામાં આવશે.

સવાલ માણાવદર વિધાનસભા બેઠક પર જીતનું સૌથી મોટું કારણ શું માનો છો

જવાબ લોકોનો મિજાજ વર્ષ 2019 ની પેટા ચૂંટણીમાં જોવા મળ્યો હતો તેનું પરિણામ વર્ષ 2022 માં સામે આવ્યું છે આ માત્ર કોંગ્રેસ પક્ષ કે અરવિંદ લાડાણી ની નહીં પરંતુ મતવિસ્તારના તમામ લોકો અને તમામ મતદારોની જીત (Arvind Ladani Interview )છે.

સવાલ જીત બદલ મત વિસ્તારના લોકો અને તમારા મતદારોને કેવા શબ્દોમાં આભારી વ્યક્ત કરશો

જવાબ મારા વિધાનસભા મતવિસ્તારના તમામ મતદારોનો હું દિલથી આભાર માનું છું જે લોકોએ મને મત આપીને પોતાનો પ્રતિનિધિ પસંદ કર્યો છે. તેની સાથે જે કંઈ પણ લોકોએ મતદાનમાં ભાગ લીધો છે તેવા તમામ મતદારો હું (Arvind Ladani Interview )દિલથી આભારી છું.

ABOUT THE AUTHOR

...view details