ગુજરાત

gujarat

ETV Bharat / state

યુવતીની પરેશાન કરતા શખ્સને પિતાએ સમજાવ્યો, માથા ફરેલાએ હુમલો કરી દીધો - man harassing girl

ગુજરાતમાં મહિલા સુરક્ષાના(Women Security Gujarat) દાવા તો કરવામાં આવે છે. પરંતુ કોઇ મહિલા ( man harassing girl) સાથે કોઇ બનાવ ના બની જાય ત્યાં સુધી પોલીસ જાણે આંખ આડા કાન કરીને બેઠી હોય (Junagadh police) તેવું જોવા મળે છે. કેશોદમાં(Keshod molested girl) પણ એવો જ બનાવ સામે આવ્યો. યુવતીએ પોલીસ સામે રજૂઆત કરી એમ છતાના આવ્યો ઉકેલ. આખરે મોટી મોટી દુર્ઘટના પહેલા છેલ્લે છેલ્લે પોલીસ (Keshod Police Station) સફાળી જાગી.

યુવતીની પરેશાન કરતા શકશને પિતાએ સમજાવ્યો, માથા ફરેલાએ હુમલો કરી દીધો
યુવતીની પરેશાન કરતા શકશને પિતાએ સમજાવ્યો, માથા ફરેલાએ હુમલો કરી દીધો

By

Published : Dec 15, 2022, 1:14 PM IST

Updated : Dec 15, 2022, 2:30 PM IST

જૂનાગઢગુજરાતમાં હવે મહિલાઓની(Women Security Gujarat) સુરક્ષાને લઇને સવાલ થઇ રહ્યા છે કેમકે મહિલાઓને પજવણીકરતા બનાવોમાં વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને જે ગામડાના વિસ્તારો છે તેમાં આવા કિસ્સાઓ ઓછા બનતા હતા. પંરતુ થોડા સમયથી ગામડાઓમાં પણ આ(Major Crime in Gujarat) બનાવોમાં વધારો થઇ રહ્યો છે. મહિલાસુરક્ષાના દાવા ગુજરાતમાં થાય(Junagadh in Crime) તો છે પરંતુ તેમાં હકીકત કેટલી છે તે પણ હવે સવાલ થઇ રહ્યા છે. ત્યારે આવી જ એક ઘટના કેશોદ નજીક આવેલાં મેસવાણ ગામમાં બની છે. પોલીસને રજૂઆત કરી હતી કે યુવાન પજવણી કરી રહ્યો છે, આમ છતા પોલીસ (Keshod Police Station) દ્રારા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

પોલીસના આંખ આડા કાનદીકરી કેશોદ(Keshod molested girl) અભ્યાસ માટે આવતી (Keshod Crime Case) હતી ત્યારે બાજુમાં રહેતો યુવાન પજવણી કરતો હોય સાતેક મહિના અગાઉ ગ્રામ્ય વિસ્તારની વિદ્યાર્થીનીઓ કેશોદ પોલીસ સ્ટેશન દોડી જઈ રૂબરૂમાં રજુઆત કરી હતી. ત્યારે રોમિયોગીરી (harassment case in Keshod)કરતાં યુવાનોના નામ પણ આપવામાં આવેલ હતા. આમછતાં જવાબદાર તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હોવાથી ફરીથી આજે ઘટના બની છે.

વાતચીત કરવાનો પ્રયત્નફરિયાદમાં જણાવ્યા અનૂસાર યુવતીને તે કાયમી પજવણી કરી રહ્યો હતો. અને સતત વાતચીત કરવાનો પ્રયત્ન કરતો હતો. આ બાદ યુવતીએ તેના પિતાને કહ્યું હતુ અને તમામ વાત તેના પરિવારને કરી હતી. આ પછી યુવતીના પિતા આ યુવાનને સમજાવા ગયા હતા. આ સમયે યુવતીના પિતાને ઢિકા-પાટુનો મુંઢ માર મારી ગાળો આપી હતી અને સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

કાયદેસરની કાર્યવાહીકેશોદ પોલીસ દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેશોદ બસ સ્ટેન્ડ(Keshod Bus Stand) વિસ્તારમાં રોમિયો ગીરી કરતાં આવારા તત્વોનો કાયમી ધોરણે ત્રાસ હોય છે. ત્યારે ગંભીર ગુન્હો બને ત્યારે જવાબદાર તંત્ર સફાળું જાગે છે. અને ફરીથી મોકળું મેદાન મળી જાય છે. કેશોદની શાળા કોલેજોમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી અભ્યાસ કરવા આવતી દીકરીઓને હેરાનપરેશાન કરવામાં આવે છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા કડકાઇથી પગલાં ભરવામાં આવશે નહીં તો આવનારાં દિવસોમાં ગંભીર ઘટના બને તો નવાઈ નહીં રહે.

Last Updated : Dec 15, 2022, 2:30 PM IST

ABOUT THE AUTHOR

...view details