ગુજરાત

gujarat

ETV Bharat / state

Mahashivratri 2022: ભવનાથના મેળામાં આવેલા નાગા સંન્યાસીની અનોખી પાઘડી બની આકર્ષણનું કેન્દ્ર - Sadhu unique turban

મહાશિવરાત્રીના મેળામાં(Mahashivratri 2022)ધર્મની સાથે સંસ્કૃતિનું પણ દર્શન થતું હોય છે. આજ પ્રકારની સંસ્કૃતિનું દર્શન આજે ભવનાથના મેળામાં આવેલા એક નાગા સંન્યાસીએ કરાવ્યું છે. તેઓ પાછલા 15 વર્ષથી અનોખી રીતે માથા પર પાઘડી પહેરીને પોતાની (Sadhu unique turban)મસ્ત અદામાં શિવભક્તિ કરી રહ્યા છે.

Mahashivratri 2022: ભવનાથના મેળામાં આવેલા નાગા સંન્યાસીની અનોખી પાઘડી બની આકર્શણનું કેન્દ્ર
Mahashivratri 2022: ભવનાથના મેળામાં આવેલા નાગા સંન્યાસીની અનોખી પાઘડી બની આકર્શણનું કેન્દ્ર

By

Published : Feb 25, 2022, 5:27 PM IST

જૂનાગઢઃમહાશિવરાત્રીનું મહાપર્વ (Mahashivratri 2022)આજથી વિધિવત રીતે ભવનાથ મહાદેવ પર ધર્મ ધજા બંધાવાની સાથે ધાર્મિક ઉત્સાહ અને વાતાવરણની વચ્ચે શરૂ થયું છે. આ મહાપર્વમાં પાંચ દિવસ સુધી અલખને ઓટલે ધૂણી ધખાવતા નાગા સંન્યાસીઓની સાથે શિવભક્તો ખુબ મોટી સંખ્યામાં જોડાશે. મહાશિવરાત્રીના મહાપર્વ ધર્મની(Mahashivratri Melo 2022 )સાથે સંસ્કૃતિના રંગો વિખેરતા મેળા તરીકે પણ આદી અનાદીકાળથીઓળખ મળી રહી છે. જેના ભાગ રૂપે દર વર્ષે મહાશિવરાત્રીના મેળામાં ધર્મની સાથે સંસ્કૃતિનું પણ દર્શન થતું હોય છે. આજ પ્રકારની સંસ્કૃતિનું દર્શન આજે ભવનાથના મેળામાં આવેલા એક નાગા સંન્યાસીએ કરાવ્યું છે તે પાછલા 15 વર્ષથી અનોખી રીતે માથા પર પાઘડી પહેરીને (Sadhu unique turban)પોતાની મસ્ત અદામાં શિવભક્તિ કરી રહ્યા છે.

પાઘડી બની આકર્શણનું કેન્દ્ર

આ પણ વાંચોઃMahashivratri Melo 2022 : જૂનાગઢમાં 'હર હર મહાદેવ'ના નાદ સાથે મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ

પાઘડી પહેરવાથી તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડતી નથી

અનોખી પાઘડી સાથે મહાશિવરાત્રીના મેળામાં આવેલા નાગા સન્યાસી એ ETV Bharat સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આજથી પંદર વર્ષ પૂર્વે ગુરુ દત્તાત્રેય અને દેવાધિદેવ મહાદેવના આદેશથી તેમણે તેમના મસ્તક પર પાઘડી ધારણ કરી છે. જ્યાં સુધી મહાદેવ અને ગુરુ દત્તાત્રેયનો આદેશ મળતો રહેશે ત્યાં સુધી તેઓ તેમના મસ્તક પર આ પ્રકારની પાઘડી પહેરીને નાગા સન્યાસી જેવું જીવન વ્યતીત કરતા રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાઘડી પહેરવાથી તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડતી નથી કે પાઘડીનો વજન પણ તેમના માથે લાગતો નથી મહાશિવરાત્રીનું મહાપર્વ શિવ અને જીવના મિલન સમાન માનવામાં આવે છે ત્યારે ઉજવણીના આ પાંચ દિવસ ધર્મની સાથે ભારતની પ્રાચીન સંસ્કૃતિને પણ દિવસેને દિવસે ઉજાગર કરતાં દ્રશ્યો પણ સામે આવશે જે ધર્મની સાથે સંસ્કૃતિનું જોડાણ મહાશિવરાત્રીના મહાપર્વને વધુ રોચક બનાવી રહ્યું છે.

આ પણ વાંચોઃMahashivratri 2022: રવેડીમાં ભાગ લેતા મુખ્ય પાંચ અખાડાઓમાં શિવની પૂજા આજે પણ કરવામાં આવતી નથી,જાણો કે

ABOUT THE AUTHOR

...view details