ગુજરાત

gujarat

Maha Shivratri Melo 2022 : જૂનાગઢ મહાશિવરાત્રિ મેળામાં ઉમટ્યું માનવ મહેરામણ

By

Published : Mar 1, 2022, 1:16 PM IST

મહાશિવરાત્રીના પર્વ પર લાખોની સંખ્યામાં ભકતોનો (Maha Shivratri Melo 2022) પ્રવાહ ભવનાથ તળેટી તરફ આવતો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે રાત્રે નાગા સંન્યાસીઓની રવેડી ખુબ આકર્ષણ બનશે. તેને લઈને મહાશિવરાત્રીના મેળામાં માનવ મહેરામણનો રંગ જોવા મળી રહ્યો છે.

Maha Shivratri Melo 2022 : મહા શિવરાત્રી મેળામાં માનવ મહેરામણ
Maha Shivratri Melo 2022 : મહા શિવરાત્રી મેળામાં માનવ મહેરામણ

જુનાગઢ : મહાશિવરાત્રીના પાવન પર્વ પર ખુબ મોટી સંખ્યામાં મહાદેવના (Mahashivratri Melo in Junagadh) ભક્તો ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે તળેટીમાં આવ્યા હતા. જે આજે વહેલી સવારથી જ ખુબ મોટી સંખ્યામાં ભાવી ભક્તોની ભીડ ભવનાથ મહાદેવ મંદિર પરિસરમાં જોવા મળી હતી. લાખોની સંખ્યામાં ભક્તોનો પ્રવાહ ભવનાથ તળેટી તરફ આવતો જોવા મળી રહ્યો છે.

મહા શિવરાત્રી મેળામાં માનવ મહેરામણ

આ પણ વાંચોઃMahashivratri Melo 2022 : જૂનાગઢમાં 'હર હર મહાદેવ'ના નાદ સાથે મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ

સાત લાખ કરતા વધુ ભાવી ભવનાથમાં

અત્યાર સુધીમાં અંદાજે સાત લાખ (People at Mahashivratri Melo in 2022) કરતા વધુ ભાવી ભક્તોએ ભવનાથ મહાદેવના દર્શન કરીને પોતાની જાતને ધન્ય કરી હતી. ત્યારે હજુ પણ સતત અવિરત પણે શિવ ભક્તોનો પ્રવાહ ભવનાથ તરફ આવતો જોવા મળી રહ્યો છે ત્રણ વર્ષ બાદ ફરી એક વખત તળેટી જીવંત બની રહી છે.

આ પણ વાંચોઃMahashivratri 2022: ભવનાથના મેળામાં આવેલા નાગા સંન્યાસીની અનોખી પાઘડી બની આકર્ષણનું કેન્દ્ર

રાત્રીના 12 કલાકે નાગા સંન્યાસીઓ નીકળશે

આજે સાંજના 6:30 કલાકે ભવનાથ મહાદેવ મહા શિવરાત્રીની આરતી કર્યા બાદ મંદિર પરિસર માંથી નાગા સંન્યાસીઓની રવેડી શરૂ થશે. જે રાત્રીના 12 કલાકે મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે મહાશિવરાત્રિના મેળાની પૂર્ણાહુતી પણ થશે. ખુબ મોટી સંખ્યામાં શિવભક્તો ભોળાનાથના દર્શન કરવા માટે ભવનાથ તળેટીમાં આવતા હોય છે. ત્યારે રવેડી (Mahashivratri Melo in Junagadh) ખૂબ મોટું આકર્ષણ બનતી હોય છે. દર્શન કરવા માટે સમગ્ર દુનિયામાંથી મોટી સંખ્યામાં શિવભક્તો ભવનાથ તળેટી તરફ આવી રહ્યા છે. અને શિવભક્તોનો આ પ્રવાહ ત્રણ વર્ષ બાદ સોમનાથ મહાદેવ મંદિર અને ગિરિ તળેટીને (Maha Shivratri Melo 2022) ફરી એક વખત જીવંત બનાવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details