મહાશિવરાત્રીના મેળામાં જોવા મળે છે જંગમ સાધુ, શિવે સ્વયંમ ઉત્પન્ન કર્યાની ધાર્મિક માન્યતા જૂનાગઢ:મહાશિવરાત્રીનું પાવન પર્વ ચાલી રહ્યું છે. આ સમયે ભવનાથની ગિરિ તળેટીમાં આયોજન શિવ રાત્રીના મેળામાં જંગમ સાધુ પણ જોવા મળે છે. સનાતન ધર્મ સંસ્કૃતિ મુજબ જંગમ સાધુનું સૃષ્ટિ પર સર્જન દેવાધિદેવ મહાદેવે તેમની જાઘમાંથી કર્યો હોવાને કારણે પણ તેને જંગમ તરીકે ઓળખવામાં આવે છે. આ સંન્યાસીઓ શિવ પુરોહિત તરીકે ઓળખાય છે. જે જગ્યા પર નાગાસન્યાસીઓ મેળામાં સામેલ થાય છે. ત્યાં જંગલ સાધુ તેમની પાસે ભિક્ષા પ્રાપ્ત કરવા માટે પહોંચે છે.
જંગમ સાધુ શિવે સ્વયંમ ઉત્પન્ન કર્યાની ધાર્મિક માન્યતા જંગમ સાધુ જોવા મળે છે:મહાશિવરાત્રીના મેળામાં શિવ પુરોહિત તરીકે ઓળખાતા જંગમ સાધુ જોવા મળી રહ્યા છે. આદિ અનાદિકાળથી ચાલતી આવતી સનાતન ધર્મ સંસ્કૃતિની પરંપરા મુજબ શિવ પુરોહિત કે જેને જંગમ સાધુ તરીકે ઓળખવામાં આવે છે. આ જંગમ સાધુ નાગાસન્યાસીઓ અને ખાસ કરીને ભવનાથના મેળામાં શિવના સૈનિક તરીકે ધુણો ધખાવતા સન્યાસીઓ પાસેથી દાન ભેટ અને પૂજા પ્રાપ્ત કરે છે. જંગમ સાધુ શિવ કથા સંભળાવતા હોય છે દેવાધિદેવ મહાદેવની જાઘ માંથી જંગમ સાધુની ઉત્પતિ થઈ હતી. જેથી તેઓ શિવ પુરોહિત તરીકે સમગ્ર સૃષ્ટિમાં ઓળખાઈ રહ્યા છે.
જંગમ સાધુ શિવે સ્વયંમ ઉત્પન્ન કર્યાની ધાર્મિક માન્યતા આ પણ વાંચો Maha Shivratri 2023: મહાશિવરાત્રિના મેળામાં જોવા મળશે ધર્મના અનેક દ્રષ્ટાંત, મેળામાં આવ્યા ખડેશ્રી બાબા
પાંચ દેવતાઓના અલંકારો:જંગમ સાધુની ઉત્પતિ માતા પાર્વતી અને મહાદેવના 108 માં લગ્ન પ્રસંગે થઈ હોવાની ધાર્મિક માન્યતા છે. પાર્વતી અને મહાદેવના લગ્ન પ્રસંગે બ્રહ્મા અને વિષ્ણુએ શિવ દ્વારા આપવામાં આવતું દાન લેવાની મનાઈ કરતા મહાદેવ એ પોતાની જાઘમાથી જંગમ સાધુને ઉત્પન્ન કર્યા હતા. જેણે શિવે આપેલું દાન સ્વીકાર કર્યો હતો ત્યાર થી જંગમ સાધુ શિવ પુરોહિત તરીકે પણ સનાતન ધર્મ સંસ્કૃતિમાં ઓળખાય રહ્યા છે. માતા પાર્વતી દ્વારા જંગમ સાધુઓને કુંડળ શિવ દ્વારા શિષનાગ અને મુકિટ બ્રહ્મા દ્વારા જનોઈ વિષ્ણુ દ્વારા કલગી તેમજ નંદી દ્વારા ટંકોરી આપવામાં આવી હતી. જે આજે પણ જંગમ સાધુ પાસે જોવા મળે છે.
શિવે સ્વયંમ ઉત્પન્ન કર્યાની ધાર્મિક માન્યતા આ પણ વાંચો Maha Shivratri Fair: મહાશિવરાત્રિના મેળામાં બોક્સ બાબાએ ખેંચ્યું સૌનું ધ્યાન, પૂંઠાના બોક્સમાં બેસી બાબા કરશે આરાધના
મેળવે છે ભેટ પૂજા:સનાતન ધર્મ સંસ્કૃતિ અને શિવપુરાણ સાથે જોડાયેલી ધાર્મિક માન્યતા મુજબ જંગમ સાધુ નાગાસન્યાસીઓ પાસેથી ભેટ પૂજા અને દાન દક્ષિણા મેળવતા હોય છે. દરેક ધર્મ અને સંપ્રદાયમાં દેવીય તત્વ પાસે ભિક્ષા વૃતિ કે દાન દક્ષિણા મેળવવું પણ પુણ્ય કારી માનવામાં આવે છે. ત્યારે જેને શિવના સૈનિક તરીકે ઓળખવામાં આવે છે અને મહાશિવરાત્રીનો દિવસ એટલે દેવાધિદેવ મહાદેવ અને માતા પાર્વતીના લગ્નનો પ્રસંગ. ત્યારે શિવના 108 માં લગ્ન પ્રસંગે જંગમ સાધુની ઉત્પતિ થઈ હતી. તેને લઈને પણ શિવરાત્રીના દિવસો દરમિયાન જંગમ સાધુ શિવના સૈનિક એવા નાગા સંન્યાસીઓ પાસેથી ભેટ પૂજા અને દાન દક્ષિણા મેળવીને ધાર્મિક પરંપરા મહાદેવ સાથે જોડાયેલા લગ્ન પ્રસંગને પૂર્ણ કરતા જોવા મળે છે.