જૂનાગઢઃ ભવનાથની ગિરિ તળેટી શિવમય બની રહી છે. સોમવારથી મહાશિવરાત્રી મેળાનો ધાર્મિક આસ્થા અને માન્યતા સાથે પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે આ મેળામાં ખાસ કરીને ભગવાન શિવને જાણવા અને શિવને સમીપ જવા માટે શિવભક્તો આ મેળાની મુલાકાત લેતા હોય છે.
આ મેળામાં ભગવાન શિવ અને જીવના મિલનના પર્યાય રૂપે ગિરિ તળેટી સાક્ષી બની રહી છે. ત્યારે આ મેળામાં શિવના સૈનિકોના દર્શનની સાથે શિવે તેમના શરીર પર ધારણ કરેલા 8 પ્રતીકોનું પણ ખૂબ જ ધાર્મિક મહત્વ છે અને આ આઠ પ્રતીક વગર શિવરાત્રીનો મેળો અધૂરો ગણવામાં આવે છે. ત્યારે ચાલો જાણીએ શું છે શિવના આઠ પ્રતીક અને તેની ધાર્મિક માન્યતાઓ...
ભગવાન શિવના 8 પ્રતીક અને શું છે અને શા માટે ભગવાન શિવે 8 પ્રતીક તેમના શરીર પર ધારણ કર્યા હતા ભગવાન શિવના 8 પ્રતિકમા સર્વપ્રથમ ચંદ્ર આવે છે, મનની સ્થિરતા અને અનંતના પ્રતિક રૂપે ભગવાન શિવે તેની જટા પર ધારણ કર્યું છે, તો જટાને આધ્યાત્મિકતાના પ્રતીક તરીકે પણ જોવામાં આવે છે. ભગવાન શિવે સ્વર્ગમાંથી વહીને પૃથ્વીલોક તરફ આવતી ગંગાને પોતાની જટામાં સ્થાન આપ્યું હતું. માટે શિવની જટા પણ શિવ ચરિત્રમાં ખૂબ જ મહત્વ ધરાવે છે.
ભગવાન શિવના 8 પ્રતીક અને શું છે અને શા માટે ભગવાન શિવે 8 પ્રતીક તેમના શરીર પર ધારણ કર્યા હતા ભગવાન શિવે તેમના કપાળ પર નેત્રે પણ ધારણ કરેલું છે. આ ત્રિનેત્ર અનિષ્ટો અને સમાનતાના વધ કરવા માટે ભગવાન શિવે તેના કપાળ પર ત્રિનેત્ર ધારણ કર્યું હતું. ભગવાન શિવ ત્રિશુલ વગરની કલ્પના થઈ જ ન શકે ત્રિશુલને ત્રણ શક્તિના પ્રતિક સ્વરૂપે જોવામાં આવે છે, જ્ઞાન ઈચ્છા અને પૂર્ણતાના સૂચકના પ્રતિક સ્વરૂપે ભગવાન શિવએ ત્રિશુલનું ધારણ કર્યું હતું, જ્યારે ડમરુંએ સૃષ્ટિનો આરંભ અને બ્રહ્નાંડના પ્રતીકરૂપે માનવામાં આવે છે, માટે ભગવાન ભોળાનાથે હર હંમેશ માટે તેમની સાથે ડમરું રાખવા જોવા મળતા હતા.
ભગવાન શિવના 8 પ્રતીક અને શું છે અને શા માટે ભગવાન શિવે 8 પ્રતીક તેમના શરીર પર ધારણ કર્યા હતા રુદ્રાક્ષને શુદ્ધતા અને સાત્વિકતાના પ્રતીક તરીકે જોવામાં આવે છે, માટે જ કહેવાય છે કે જે શુદ્ધ અને સાત્વિક હોઈ તે જ રુદ્રાક્ષ ધારણ કરી શકે અને શિવમય બનવા આગળ વધી શકે. સર્પની માળા ભગવાન શિવ તેના કંઠમાં સદાને માટે ધારણ કરેલા જોવા મળે છે, આ સર્પ માળા અહંકારને કાબુમાં રાખવા માટે ભગવાન શિવ હર હંમેશ તેમના કંઠ પર ધારણ કરતા હતા, માટે જ ભોળાનાથને નીલકંઠ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ભગવાન શિવ જે જગ્યા પર આસન લગાવતા હતા તેના પર બાધંબર બિછાવવામાં આવતું હતું, આ બાધંબર નીડરતા અને દ્રઢતાનુ પ્રતીક છે.