ગુજરાત

gujarat

ETV Bharat / state

એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેના ETV BHARATના Exclusive દ્રશ્યો

એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ-વે રાષ્ટ્રને સમર્પિત થયો છે. મુખ્યપ્રધાન રૂપાણીએ ગિરનાર રોપ-વેનો શુભારંભ કરાવ્યો હતો. જેને વડાપ્રધાન મોદી દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામા આવ્યો છે. ત્યારે ETV ભારતના દર્શકો માટે રોપવે ટ્રોલીથી Exclusive દ્રશ્યો

By

Published : Oct 25, 2020, 10:07 AM IST

એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વે ના લાઈવ અનેએક્સક્લુઝિવ દ્રશ્ય
એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વે ના લાઈવ અનેએક્સક્લુઝિવ દ્રશ્ય

  • એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ-વે રાષ્ટ્રને સમર્પિત
  • મુખ્યપ્રધાન રૂપાણીએ ગિરનાર રોપ-વેનો શુભારંભ કરાવ્યો
  • જૂનાગઢ બનશે પ્રવાસન ક્ષેત્રનું એક હબ

જૂનાગઢઃ એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ-વે રાષ્ટ્રને સમર્પિત થયો છે. ત્યારે ETV ભારતના દર્શકો માટે રોપવે ટ્રોલીથી એક્સક્લુઝિવ દ્રશ્યો લઈને આવ્યા છે. એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ-વે રાષ્ટ્રને સમર્પિત થયો છે, મુખ્યપ્રધાન રૂપાણીએ ગિરનાર રોપ-વેનો શુભારંભ કરાવ્યો હતો. જેને વડાપ્રધાન મોદી દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામા આવ્યો છે, ત્યારે ETV ભારતની ટીમે ગિરનાર રોપ-વેની રોલીમાં જઈને સમગ્ર રોપ-વે અંગે અહેવાલ રજૂ કર્યો છે.

એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેના લાઈવ ETV BHARATના Exclusive દ્રશ્ય

સાત મિનિટમાં પૂર્ણ થતી રોપ-વે યાત્રા

સાત મિનિટમાં પૂર્ણ થતી યાત્રા કોઈપણ વ્યક્તિને રોમાંચિત કરી મૂકે તે પ્રકારનો અનુભવ કરાવી જાય છે. ETV ભારતની ટીમે રોપ વે ટ્રોલીમાં બેસી જે અનુભવ કર્યો છે. તે રોમાંચિત કરી મૂકે તે પ્રકારનો હતો. જે ઉત્સુકતાથી રોપ-વેની શરૂઆત થાય છે. તે અડધા અંતરે પહોંચ્યા બાદ રોમાંચિત કરી મૂકે તે પ્રકારનો અનુભવ કરાવે છે. સાડા ત્રણ હજાર ફૂટની ઊંચાઈ પર ગિરનાર પર્વતની બે ટેકરી પર રોપ-વેની ટ્રોલી માત્ર લોખંડના એક કેબલ પર લટકીને ધીમે ધીમે આગળ જતી હતી.

જે રોમાંચની ઘડી અમે etv ભારતના દર્શકો માટે વીડિયોના રૂપમાં રજૂ કરી રહ્યા છે. સાત મિનિટની રોપ-વેની આ યાત્રા ધાર્મિકતાથી શરૂ થાય છે અને અધવચ્ચે જાણે કે કોઈ એડવેન્ચર સ્પોર્ટ્સમાં જતા હોય તે પ્રકારે રોમાંચિત કરી મૂકે તેવો અનુભવ કરાવતી હતી. રોપ-વેના અંતિમ સ્થળ અંબાજી મંદિર પર પહોંચતા જ ફરી એક વખત રોપ-વેની આ યાત્રા ધાર્મિક બની જાય છે.

જૂનાગઢ પ્રવાસન ક્ષેત્રનું એક હબ

આ ટ્રોલી અંબાજી મંદિરથી ફરી ગીરનાર તળેટી તરફ પરત ફરતી હતી. આ સમય દરમિયાનનો રોમાંચ વ્યક્ત કરવા માટે જે દૃશ્ય આપ જોઈ રહ્યા છો તે ઘણું બધું કહી જાય છે. જે રોમાંચ અને સાહસિકતાનો અનુભવ તળેટીથી અંબાજી મંદિર સુધી જવાના સાત મિનિટના સમયમાં થયો હતો. તેનાથી પણ બમણો રોમાચિત અને સાહસિકતાનો અનુભવ અંબાજી મંદિરથી પરત ભવનાથ તળેટી તરફ ફરતી વખતે થયો હતો આવો જ અનુભવ ભવનાથ આવતા પ્રત્યેક યાત્રિકો કરી શકશે. ગિરનાર રોપ-વે સામાન્ય લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. સવારના ૮થી સાંજના પાંચ વાગ્યા સુધી ગિરનાર રોપ-વેની સેવાઓ શરૂ થઇ રહી છે, ત્યારે જે અનુભવ આજે અમે કર્યો છે. તેવો જ અનુભવ ભવિષ્યમાં અહીં આવતા પ્રત્યેક પ્રવાસીઓ કરશે અને આ જ અનુભવ જૂનાગઢને પ્રવાસન ક્ષેત્રનું એક હબ બનાવવામાં ખૂબ જ મજબૂત પરિબળ સાબિત થશે.

ABOUT THE AUTHOR

...view details