ગુજરાત

gujarat

ETV Bharat / state

ધર્મશાળાની બાંધકામ સાઈટ પર દીપડો ઘુસી જતા દોડધામ, રેસક્યુ ઑપરેશન કરાયું

જૂનાગઢ-વેરાવળના ગ્રામ્ય પંથકમાં (leapord rescue operation) અનેક વખત એવી ઘટના સામે આવી છે જેમાં કોઈ હિંસક પશુએ લોકોના જીવ તાળવે ચોંટાડી દીધા હોય. આવી જ ઘટના ફરી એકવખત સૌરાષ્ટ્રના વેરાવળ પંથકમાંથી સામે આવી છે. જેમાં એક દીપડો રહેણાંક વિસ્તારમાં ઘુસી જતા લોકો રીતસરના ફફડી ગયા હતા. વનવિભાગે કામગીરી કરીને એને પાંજરે પુરી દીધો છે. જોઈએ એક રીપોર્ટ

By

Published : Oct 30, 2022, 7:39 AM IST

Updated : Oct 30, 2022, 9:38 AM IST

ધર્મશાળાની બાંધકામ સાઈટ પર દીપડો ઘુસી જતા દોડધામ, રેસક્યુ ઑપરેશન કરાયું
ધર્મશાળાની બાંધકામ સાઈટ પર દીપડો ઘુસી જતા દોડધામ, રેસક્યુ ઑપરેશન કરાયું

વેરાવળઃવેરાવળના રેલવે સ્ટેશન નજીક રામનિવાસ ધર્મશાળાના બંધ રુમ માં દીપડો (leapord rescue operation) ઘૂસતા વન વિભાગ યુદ્ધના ધોરણે દોડી ગયું હતું. જેમાં વન વિભાગની ટીમ તરફથી 3 કલાકની જહેમત બાદ દીપડાને બેભાન કરીને રેસ્ક્યુ કરાયું હતું. ધર્મશાળામાં (Veraval Railway Station) ઘુસેલા દીપડાને જોવા લોકો આવી પહોંચતા વેરાવળ પોલીસે સ્થળ પરથી લોકોને દૂર કરવા પગલાં ભર્યા હતા. 3 કલાક ની ભારે જહેમત બાદ વન વિભાગ અને પોલીસના (Veraval police team) પ્રયત્નોથી દીપડાનું રેસ્ક્યુ પાર પડ્યું હતું. આમ વન વિભાગ ને સફળતા મળી હતી.

ધર્મશાળાની બાંધકામ સાઈટ પર દીપડો ઘુસી જતા દોડધામ, રેસક્યુ ઑપરેશન કરાયું

ઑપરેશન પારઃવેરાવળના રહેણાંક અને વ્યાપારિક વિસ્તાર એવા રેલવે સ્ટેશન નજીક શનિવારે બપોરે 3:00 થી 04:00 વાગ્યાની વચ્ચે રામનિવાસ ધર્મશાળામાં દીપડો ઘૂસી ગયાની જાણ ચોકીદારે વન વિભાગને કરી હતી. જેમાં વન વિભાગની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચીને રામનિવાસ ધર્મશાળામાં ઘૂસેલા દીપડાનું રેસ્ક્યુ કરવા માટે અભિયાન ચાલું કરી દીધું હતું. દીપડો લોકોની સતત અવરજવરથી ભરચક રહેતા રેલવે સ્ટેશન વિસ્તારમાં પહોંચતા દીપડાને જોવા માટે લોકોના ટોળાઓ પણ એકઠા થઈ ગયા હતા. જેને કાબૂમાં કરવા વેરાવળ સીટી પીઆઈ અને સ્ટાફ ધર્મશાળા બહારથી એકઠી થયેલી ભીડને દૂર કરવામાં લાગી ગયો.

ધર્મશાળાની બાંધકામ સાઈટ પર દીપડો ઘુસી જતા દોડધામ, રેસક્યુ ઑપરેશન કરાયું

બેભાન કરી દેવાયોઃવન વિભાગ દ્વારા સીમાર એનિમલ કેર સેન્ટર ખાતેથી દીપડાને બેભાન કરવા માટે નિષ્ણાત તબીબને બોલાવવામાં આવ્યા હતા. દીપડો ધર્મશાળાના બંધ મકાનમાં ઉપલા અને નીચલા માળે આવ જા કરી રહ્યો હતો. દીપડાને બેભાન કરવા માટે નિષ્ણાંત તબીબોની ટીમને પણ ખૂબ જહેમત કરવી પડી હતી. પરંતુ અંતે દીપડાને બેભાન કરવામાં સફળતા મળી હતી. તેને પાંજરે પૂરીને સીમર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો છે.

એનિમલ કોલ સેન્ટરમાં તબીબો ની હાજરીમાં દીપડા નો પરીક્ષણ કરવામાં આવશે. ત્યારબાદ તેને કોઈપણ પ્રકારની બીમારી કે કોઈ આકસ્મિક તબીબી સેવાઓની જરૂરિયાત ઊભી નહીં થાય તો ફરીથી તેને થોડા દિવસના પરીક્ષણને અંતે જંગલ વિસ્તારમાં મુક્ત કરી દેવામાં આવશે---આરએફઓ પંપાણીયા (વેરાવળ ઝોન)

Last Updated : Oct 30, 2022, 9:38 AM IST

ABOUT THE AUTHOR

...view details