ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉનઃ જૂનાગઢની પ્રસિદ્ધ દાતારની જગ્યામાં સેવકોએ સેનિટાઈઝેશનની સાથે સફાઈ મહાઅભિયાન શરૂ કર્યું

લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે, ત્યારે કોરોના વાઈરસથી મુક્તિ મળે તે માટે સેનિટાઈઝેશનની પ્રક્રિયાને ખૂબ જ વેગવંતી બનાવવામાં આવી રહી છે. અંદાજીત પાંચ હજાર ફૂટ કરતા વધુની ઊંચાઈ પર આવેલા દાતાર પર્વત પર દાતાર બાપુના સેવકોએ મહાસફાઈ અભિયાન હાથ ધર્યું છે.

દાતારની જગ્યામાં સેવકોએ સેનિટાઈઝેશનની સાથે સફાઈ મહા અભિયાન શરૂ કર્યું
દાતારની જગ્યામાં સેવકોએ સેનિટાઈઝેશનની સાથે સફાઈ મહા અભિયાન શરૂ કર્યું

By

Published : Apr 19, 2020, 8:23 PM IST

જૂનાગઢઃ હાલ સમગ્ર દેશમાં લોકડાઉનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે, કોરોના જેવી વૈશ્વિક મહામારી પર કાબૂ મેળવવા માટે સમગ્ર વિશ્વ એક થઈને 21મી સદીની સૌથી મોટી લડાઈ લડી રહ્યું છે, ત્યારે કોરોના વાઈરસથી મુક્તિ મેળવવા માટે હાલ સેનિટાઈઝેશનનુ મહા અભિયાન શરૂ કરવામાં આવ્યા છે જેને લઇને જૂનાગઢને મોટાભાગની ઈમારતો તેમજ જાહેર સ્થળોને સેનિટાઈઝેશન મારફત વાઈરસ મુક્ત બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જૂનાગઢના દાતાર પર્વત પર અંદાજિત 5 હજાર કરતા પણ વધુની ઉચાઈ પર દાતાર બાપુની જગ્યા આવેલી છે જેને પણ સેનિટાઈઝ કરવામાં આવી રહ્યું છે.

જૂનાગઢની પ્રસિદ્ધ દાતારની જગ્યામાં સેવકોએ સેનિટાઈઝેશનની સાથે સફાઈ મહા અભિયાન શરૂ કર્યું
આટલી ઉચે કોઈ પણ સાધનો મારફતે સમગ્ર જગ્યાને સેનિટાઈઝ કરવું ખૂબજ મુશ્કેલ ભર્યું કાર્ય છે. દાતાર બાપુના સેવકોએ પર્વત પર જઈને અહી આવેલા ઉતરાઓ તેમજ ગૌં શાળા, રસોડા અને અહી આવતા સેવકો માટેની રહેવાની જગ્યાઓને સફાઈ કરવાનું મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દાતાર બાપુના સેવકો મોટી સંખ્યમાં સેવાકાર્યમાં જોડાઈને સફાઈ અભિયાન ચલાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details