- જૂનાગઢના ભારતી આશ્રમમા મનાવવામાં આવ્યો કૃષ્ણ જન્મોત્સવ
- અબીલ ગુલાલની છોળો વચ્ચે મધ્યરાત્રીએ કૃષ્ણના કરવામાં આવ્યા વધામણા
- કૃષ્ણ ભક્તોએ જન્મોત્સવમાં ભારે ઉત્સાહ ભેર લીધો ભાગ
જૂનાગઢ: કૃષ્ણ જન્મોત્સવ જૂનાગઢમાં ભારે ધામધૂમ પૂર્વક મનાવવામાં આવ્યો હતો. મધ્ય રાત્રીના સમયે કાનુડાના વધામણા કરીને જન્માષ્ટમીનો તહેવાર ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્યો હતો.
અબીલ ગુલાલની છોળો સાથે જૂનાગઢમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઇ આ પણ વાંચો:"નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી" ની ધૂનથી બાળકોએ વાતાવરણ બનાવ્યું ભક્તિમય
જૂનાગઢના ભવનાથ તળેટીમાં આવેલા ભારતી આશ્રમમાં કૃષ્ણ જન્મોત્સવને લઇને ઉજવણી કરવામાં આવી હતી. જેમા મોટી સંખ્યામાં ભાવી ભક્તોએ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લઈને ભગવાન શ્રીકૃષ્ણના પૃથ્વી પર વધામણા કર્યા હતા. આ સમયે ભારતી આશ્રમનું વાતાવરણ કૃષ્ણમય બનતું જોવા મળતું હતું અને પ્રત્યેક ભાવિકો કૃષ્ણમય બનીને અબીલ ગુલાલની છોળો વચ્ચે કાનુડાને વધાવ્યો હતો.