ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના સંક્રમણને લઈને સંદેશ આપતા પતંગોનું બજારમાં આગમન - પતંગ

કોરોના સંક્રમણને ધ્યાને રાખીને આ વર્ષે પતંગ બજારમાં કોરોના સામે રક્ષણ મળી રહે તેવા સૂત્રો સાથે અવનવા પતંગો આ વર્ષે ઉત્તરાયણના તહેવારને લઈને પતંગ બજારમાં જોવા મળી રહ્યાં છે. જેની સાથે એક ઇંચથી લઇને 50 ઇંચ સુધીના પતંગો પણ પતંગ બજારમાં હાલ મળી રહ્યાં છે. જે પતંગ રસિકોમાં ભારે આકર્ષણ જમાવી રહ્યાં છે.

કોરોના સંક્રમણને લઈને સંદેશ આપતા પતંગોનું બજારમાં આગમન
કોરોના સંક્રમણને લઈને સંદેશ આપતા પતંગોનું બજારમાં આગમન

By

Published : Jan 6, 2021, 5:16 PM IST

  • ભાવવધારો છતાં પતંગ બજારમાં જોવા મળે છે ખરીદારી
  • કોરોના સામેનો જંગ ઉત્તરાયણમાં લડાશે પતંગોને સંગ
  • કોરોના સામે રક્ષણ આપતાં સૂત્રો સાથેના પતંગોનું બજારમાં આગમન


જૂનાગઢઃ કોરોના સંક્રમણની વચ્ચે આનંદ અને ઉત્સાહનો તહેવાર ઉત્તરાયણ આવી રહ્યો છે. આ તહેવારમાં ખાસ કરીને પતંગ રસિકો માટે ખૂબ જ મહત્વનો વર્ષોથી માનવામાં આવે છે. ઉતરાયણના દિવસે એ કાપ્યો છે તેવી ચિચિયારીઓથી વાતાવરણ આનંદની સાથે ગુંજી ઊઠે છે. પરંતુ આ વર્ષ ઉત્તરાયણનો તહેવાર કોરોના સંક્રમણ કાળમાં આવી રહ્યો છે. તેને લઈને વિશેષ તકેદારી અને સાવચેતી સાથે પતંગ રસિકો પતંગની મઝા માણે એવું વધારે ઇચ્છનીય છે. ત્યારે કોરોના સંક્રમણને ધ્યાને રાખીને આ વર્ષે પતંગ બજારમાં કોરોના સામેના રક્ષણ આપતા સૂત્રો સાથેની પતંગનું બજારમાં આગમન થયું છે. આ પતંગો ગ્રાહકોમાં પણ વિશેષ આકર્ષણ ઊભું કરી રહ્યાં છે.

ભાવવધારો છતાં પતંગ બજારમાં જોવા મળે છે ખરીદારી
  • એક ઇંચથી લઇને 50 ઇંચ કરતાં વધુ મોટા પતંગો બજારમાં જમાવી રહ્યાં છે આકર્ષણ

    આ વર્ષે ઉત્તરાયણમાં પતંગ રસિકો માટે વિશેષ પતંગનું બજારમાં આગમન થયું છે. આ વર્ષે એક ઇંચથી શરૂ કરીને 50 ઇંચ કરતાં વધુ મોટા પતંગો બજારમાં જોવા મળી રહ્યાં છે. એકતરફ કરોના સંક્રમણને ધ્યાને રાખીને પતંગો પર કોરોના સામે રક્ષણ આપતા સૂત્રો સાથેના પતંગો બજારમાં મળી રહ્યાં છે તો બીજી તરફ ઠાકોરજી માટે પણ ઉતરાયણનો તહેવાર વિશેષ પતંગોના માધ્યમથી આવી રહ્યો છે. ઠાકોરજી માટેના એક ઇંચના પતંગનું પણ આ વર્ષે બજારમાં આગમન થતું જોવા મળી રહ્યું છે.
    કોરોના સામેનો જંગ ઉત્તરાયણમાં લડાશે પતંગોને સંગ

ABOUT THE AUTHOR

...view details