ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ અને ભેસાણ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની ગોલમાલ લઈ કિસાન સંઘે નોંધાવ્યો વિરોધ - ઈટીવી ભારત ગુજરાત

જૂનાગઢ અને ત્યારબાદ ભેંસાણમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈને આક્ષેપ-પ્રતિઆક્ષેપનું બજાર ગરમાયું હતું જૂનાગઢના કિસ્સામાં તપાસ બાદ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે તેમ જ શંકાને આધારે તપાસ થઈ રહી છે પણ હજુ કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી ન હતી. પરંતુ હવે સમગ્ર મામલાને લઈને જૂનાગઢ કિસાન સંઘ પણ મેદાનમાં આવ્યો છે અને સમગ્ર મામલાની તલસ્પર્શી તપાસ થાય તેવી માગણી કરી છે

યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની ગોલમાલ લઈ કિસાન સંઘે નોંધાવ્યો વિરોધ
યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની ગોલમાલ લઈ કિસાન સંઘે નોંધાવ્યો વિરોધ

By

Published : Feb 5, 2020, 5:25 PM IST

જૂનાગઢઃ ગત વર્ષની માફક આ વર્ષે પણ જૂનાગઢ જીલ્લો ટેકાના ભાવે મગફળીની ખરીદી ને લઈને બીજા વર્ષે બદનામ થઈ રહ્યો છે છેલ્લા એક અઠવાડિયાથી જૂનાગઢમાં સરકાર દ્વારા ટેકાના ભાવે થયેલી ખરીદીમાં અને શંકાઓ જોવા મળી હતી ત્યારબાદ પુરવઠા નિગમ એ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરી છે આ અધૂરું હોય તેમ ગઇકાલે પણ ભેંસાણ માર્કેટિંગ યાર્ડ માં મગફળીમાં ગોલમાલ ની શંકાને આધારે તપાસ કરવામાં આવી હતી હજુ સુધી કોઈ ગોલમાલ બહાર આવી ન હતી પરંતુ શંકાને આધારે તપાસ હજુ પણ ચાલુ છે જેને લઇને જુનાગઢ કિસાન સંઘ મેદાને આવ્યું છે અને મગફળીની ગોલમાલ મા સામેલ તમામ સામે આકરી કાર્યવાહી થાય તેવી માંગ પણ કરી છે

યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની ગોલમાલ લઈ કિસાન સંઘે નોંધાવ્યો વિરોધ
કિસાન સંઘે મગફળી નીચે ગોલમાલ થઈ છે તેમાં જિલ્લા કલેકટર સહિત કેટલાક અધિકારીઓની કમી પણ બનેલી છે ત્યારે આ કમિટી યોગ્ય અને ન્યાયી તપાસ કરે તેવી માંગ પણ કરી છે વધુમાં કિસાન સંઘે તેવી પણ માંગ કરી છે કે આગામી દિવસોમાં તુવેરની પણ ટેકાના ભાવે ખરીદી થવા જઈ રહી છે ત્યારે ગત વર્ષે કેશોદમાં પણ તુવેરની ખરીદી ને લઈને મસમોટું કૌભાંડ બહાર આવ્યું હતું ત્યારે મગફળીમાં દાઝેલી રાજ્ય સરકાર તુવેરમાં ન દાઝે તેમજ ખરીદી પારદર્શી અને યોગ્ય રાહે કરે તેવી પણ માંગ કરી હતીબાઈટ 1 મનસુખભાઈ ડોબરીયા, પ્રમુખ, કિસાન સંઘ જૂનાગઢ જિલ્લો

ABOUT THE AUTHOR

...view details