જૂનાગઢ : આજે કેવડાત્રીજનો તહેવાર ધાર્મિક આસ્થા અને પરંપરા સાથે મનાવવામાં આવ્યો હતો. કેવડાત્રીજ વ્રત ભાદરવા માસના શુક્લ પક્ષના ત્રીજના દિવસે કરવામાં આવે છે. આ દિવસે ત્રીજ હસ્તિ નક્ષત્ર યુક્ત હોવાને કારણે અને આ દિવસે વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થતી હોય છે, તેવી ધાર્મિક માન્યતાને લઈને આજે કેવડા ત્રીજનું વ્રત મહિલાઓ અને કુમારિકાઓ દ્વારા ભારે ધાર્મિક આસ્થા સાથે કરવામાં આવ્યું હતું.
આજે ધાર્મિક આસ્થા અને હિન્દુ પરંપરા મુજબ કેવડાત્રીજની ઉજવણી કરાઇ
આજે કેવડાત્રીજનો તહેવાર ધાર્મિક આસ્થા અને પરંપરા સાથે મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે સૌભાગ્યવતી સ્ત્રીઓ અને કુમારિકાઓ દ્વારા મહાદેવની પૂજા કરીને કેવડાત્રીજ વ્રતની ધાર્મિક આસ્થા અને પરંપરા સાથે ઉજવણી કરવામાં આવી હતી.
કેવડાત્રીજને હરિ તિલાકી ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે રેતીમાંથી પાંચ અસ્થાઈ શિવલિંગનું નિર્માણ કરીને તેની પૂજા કરવાનું વિશેષ મહત્વ ધર્મ ગ્રંથોમાં જોવા મળે છે. આજના દિવસે માતા પાર્વતી દ્વારા મહાદેવની પૂજા કરીને તેમને કેવડો અર્પણ કર્યો હતો. ત્યારથી આજના એક દિવસ પુરતો મહાદેવને કેવડો અર્પણ કરવામાં આવે છે. જેની સાથે તુલસી, મંજરી જનોઈ, વસ્ત્ર અને વિવિધ પ્રકારના ફળ પાન ચડાવવામાં આવે છે. આ ઉપરાંત શ્રીફળ, અબીલ, ચંદન, કપૂર, કંકુ, તથા પંચામૃત દ્વારા મહાદેવની પૂજા કરીને કેવડાત્રીજના તહેવારની મહિલાઓ ઉજવણી કરવામાં આવે છે.