ગુજરાત

gujarat

ETV Bharat / state

સાસણ નજીક આવેલો કમલેશ્વર ડેમ થયો ઓવરફ્લો, વન્ય જીવો મળશે પુરતૂ પાણી

જૂનાગઢ : ગીરના વન્ય પ્રાણીઓને આગામી દિવસોમાં પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. સાસણ નજીક આવેલો અને ગીરના 81 ચોરસ કિલોમીટર સુધી ફેલાયેલો કમલેશ્વર ડેમ ગીરના જંગલોમાં પડેલા ભારે વરસાદને પગલે ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફલો થવાથી વન્યજીવોને આગામી ૨ વર્ષ સુધી પાણીની સમસ્યામાંથી મુક્તિ મળશે.

etv bharat junagadh

By

Published : Sep 11, 2019, 10:27 AM IST

સાસણ નજીક આવેલો અને જેને ગીરની જીવાદોરી માનવામાં આવે છે. તેવો કમલેશ્વર ડેમ આજે છલકાયો હતો. ડેમ છલકાવા થી જંગલ વિસ્તારને આગામી બે વર્ષ સુધી પાણી મળી રહે તેટલા પ્રમાણમાં પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. આ ડેમમાંથી તાલાલા તાલુકાના 30 જેટલા ગામોને સંકટ કે ઉનાળામાં પાણીની ભારે ખેંચ ને પગલે અહીંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.

સાસણ નજીક આવેલો કમલેશ્વર ડેમ થયો ઓવરફ્લો

આ ડેમ સાસણ નજીકના આસપાસના 10 કિલોમીટર વિસ્તારમાં વર્ષ 1959 માં બનાવવામાં આવ્યો હતો. આ ડેમના નિર્માણ પાછળ ૯૦ લાખથી વધુ રકમનો ખર્ચ થયો હતો. જેની સંગ્રહ ક્ષમતા 700 M.C.F.T કરતા પણ વધુ હોવાનું માનવામાં આવે છે. વર્ષ 1959માં નિર્માણ કરાયા બાદ આ ડેમ 21મી વખત છલકાઈને ઓવરફલો થયો છે. ડેમનું વિશાળ કદ હોવાને કારણે દર વર્ષે આ ડેમ ઓવરફ્લો થતો નથી. પરંતુ આ વર્ષે જંગલોમાં મુશળધાર વરસાદ પડતા ૬૦ વર્ષમાં આજે 21મી વખત છલકીને વહી રહ્યો છે.કમલેશ્વર ડેમ છલકાતા બે વર્ષ સુધી ચાલે તેટલો પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે.

ABOUT THE AUTHOR

...view details