ગુજરાત

gujarat

ETV Bharat / state

Junior Clerk Exam Paper Leak : પૂર્વ ધારાસભ્યએ ભગવાન શ્રીરામને કરી ફરિયાદ, કહ્યું બેરોજગાર યુવાનોની રક્ષા કરો - Former Savarkundala MLA Pratap Dudhat

રાજ્યમાં જુનિયર ક્લર્કની પરીક્ષાનું પેપર લીક (Junior Clerk Exam Paper Leak) થતાં ઉમેદવારો રોષે ભરાયા હતા. ત્યારે હવે બેરોજગાર યુવાનોના પડખે આવ્યા છે સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાત (MLA Pratap Dudhat writes Letter to Lord Sri Ram). તેમણે તો ઉમેદવારોની રક્ષા માટે ભગવાન શ્રીરામને પત્ર લખી નાખ્યો છે. આવો જોઈએ તેમણે શું કહ્યું ભગવાનને.

Junior Clerk Exam Paper Leak પૂર્વ ધારાસભ્યએ ભગવાન શ્રીરામને કરી ફરિયાદ, કહ્યું બેરોજગાર યુવાનોની રક્ષા કરો
Junior Clerk Exam Paper Leak પૂર્વ ધારાસભ્યએ ભગવાન શ્રીરામને કરી ફરિયાદ, કહ્યું બેરોજગાર યુવાનોની રક્ષા કરો

By

Published : Jan 31, 2023, 7:49 PM IST

પેપર ફૂટતું અટકાવવા ભગવાન શ્રીરામને વિનંતી

જૂનાગઢઃરાજ્યમાં રવિવારે જૂનિયર ક્લર્કની પરીક્ષાનું પેપર લીક થઈ જતાં ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે હવે કૉંગ્રેસ પણ આ મામલે વિરોધ કરવા મેદાને ઉતરી છે. તેવામાં હવે અમરેલીના સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે પેપર લીક મામલાને લઈને ભગવાન શ્રીરામને સંબોધીને પત્ર લખ્યો છે. તેમાં પેપરફોડ ટોળકી સામે બેરોજગારી યુવાનોનું કોઈના કોઈ રૂપે અવતાર ધારણ કરીને તેમના દ્વારા રક્ષણ કરવામાં આવે તેવી પત્ર મારફતે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામને વિનંતી કરી છે.

આ પણ વાંચોJunior Clerk Paper Leak : પેપર લીક કાંડના આરોપીઓને સાથે રાખી પોલીસ સર્ચ ઓપરેશનમાં ઊંડે ઊતરી

પેપર ફૂટતું અટકાવવા ભગવાન શ્રીરામને વિનંતીઃગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે નિર્ધારિત જૂનિયર ક્લર્કની પરીક્ષાનું પ્રશ્નપત્ર પરીક્ષા શરૂ થાય તે પૂર્વે જ લીક થઈ ગયું હતું. તેના કારણે આ મામલો સમગ્ર રાજ્યમાં ટોક ઑફ ધી ટાઉન બન્યો છે. ત્યારે સાવરકુંડલા લિલિયા બેઠકના કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામને વિનવણી કરતો પત્ર પાઠવ્યો છે.

આ પણ વાંચોJunior Clerk Exam Paper Leak: પેપરલીક કાંડનો મુખ્ય સૂત્રધાર જીત નાયક ઝડપાયો, 5 લાખમાં કર્યો હતો પેપરનો સોદો

બેરોજગાર યુવાનોને રક્ષણ આપવા વિનંતીઃ આ પત્રમાં તેમના દ્વારા ઉલ્લેખ કરાયો છે કે, જે રીતે પેપર ફોડ કંપની ગુજરાતના બેરોજગાર યુવાનો સાથે રમી કરી રહી છે. ત્યારે ભગવાન શ્રીરામ કોઈ પણ અવતાર ધારણ કરીને પેપરફોડ ટોળકી સામે ગુજરાતના બેરોજગાર યુવાનોને રક્ષણ પૂરું પાડે તેવી પત્ર મારફતે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામને વિનવણી કરાય છે.

ભાજપ સરકાર રામના નામે મત મેળવીને આવી છે સત્તા પરઃપત્રમાં પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ઉલ્લેખ કર્યો હતો કે, ભગવાન શ્રીરામના નામ પર વર્તમાન ભાજપને સરકાર સત્તારૂઢ બની છે. ત્યારે સરકારમાં બેઠેલા પ્રધાનો અને અધિકારીઓ કોઈનું સાંભળતા નથી. આજે તેમના કાન બહેરા અને જીભ મુંગી થઈ ગઈ છે. આવી પરિસ્થિતિમાં હવે પેપરફોડ ટોળકી સામે ગુજરાતના બેરોજગાર યુવાનોને એક માત્ર તમારા દ્વારા જ રક્ષણ અને સુરક્ષા પૂરી પાડી શકાય તેમ છે. એટલે ભગવાન શ્રીરામ તમે ફરી એક વખત કોઈ રૂપમાં પૃથ્વી પર અવતરણ કરો અને પેપરફોડ ટોળકી સામે ગુજરાતના બેરોજગાર યુવાનોને રક્ષણ પૂરું પાડો તેવી વિનંતી ભગવાન મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામને પત્ર દ્વારા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details