ગુજરાત

gujarat

ETV Bharat / state

માંગરોળમાં ટ્યૂશન કલાસીસની હાટડીઓ ફરી ધમધમતી થઈ, ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા રખાઈ નથી

જૂનાગઢઃ માંગરોળમાં ટ્યૂશન કલાસીસની ફરી હાટડીઓ નગરપાલીકાની મંજૂરી ધમધમતી થઈ છે. આ ક્લાસીસમાં ફાયર સેફટીની સુવિધાઓ પણ જોવા મળતી નથી, તો બીજી તરફ આ તમામ ક્લાસીસ મંજૂરી વગર જ નગરપાલીકાની મીઠી નજર હેઠળ ચાલતા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આ બાબતની ગંભીરતા લઈ ઉચ્ચ કક્ષાની તપાસ થાય તેવું લોકો ઈચ્છી રહયા છે.

junagadh

By

Published : Jun 23, 2019, 6:16 PM IST

સુરતની ઘટના બાદ સરકારે ટ્યૂશન ક્લાસીસ સામે લાલ આંખ કરી છે અને નગરપાલીકાની મંજૂરી વગર ટ્યૂશન કલાસીસ શરૂ નહીં કરવાની સૂચના આપી છે. ત્યારે માંગરોળ શહેરમાં ટ્યૂશન કલાસીસ માત્ર નગરપાલીકા પાસે અરજી આપીને શરૂ કરી દેવાયા છે. જયારે અમુક ક્લાસીસમાં ફાયર સેફટીની પણ સુવિધા જોવા મળેલ નથી. બીજી તરફ મંજૂરી વગરના નગરપાલીકાની મીઠી નજર હેઠળ ચાલતું હોવાનું પણ ચર્ચાઇ રહયું છે, તેથી આ અંગે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તેવું લોકો ઇચ્છી રહયા છે.

જુનાગઢ માંગરોળમાં ટયુશન કલાશીસોના હાટડાં ફરી ધમધમતા થયાં

ખાસ કરીને જોઇએ તો સુરતમાં તક્ષશિલામાં બાળકોનો ભોગ લેવાયા બાદ સરકારે ટ્યૂશન કલાસીસ પર રોક લગાવી છે અને કાયદેસર સરકારની મંજૂરી મેળવીને ટ્યૂશન ક્લાસીસ શરૂ કરવા કહયું છે. તમામ નગરપાલીકાને સૂચના પણ અપાયેલી છે ત્યારે માંગરોળના ટ્યૂશન સંચાલકોએ અરજી આપીને જ ગેર કાયદેસર હાટડીઓ ખોલી નાખી છે. બાળકોનો વિચાર કર્યા વગર આ નિર્ણય લેવાતાં બાળકોનું શું થશે એતો આવાનારો સમય જ બતાવશે...!

ABOUT THE AUTHOR

...view details