ગીરમાં પ્રાણીઓ માટે પીવાના પાણીને લઈને આયોજન જૂનાગઢ : આગામી ઉનાળાની ઋતુને ધ્યાને રાખીને વન વિભાગે કામગીરી શરૂ કરી છે. હાલ ગરમીના દિવસો બિલકુલ શરૂ થઈ રહ્યા છે. ત્યારે આગામી ત્રણ મહિના સુધી જંગલ વિસ્તારમાં સિંહ, દીપડા સહિત અન્ય પશુ પક્ષીઓ માટે ઉનાળાની આકરી ગરમીમાં પીવાના પાણીની કોઈ ઉણપ ન રહે તે માટેનું સુચારુ આયોજન આજથી શરૂ કરી દીધું છે.
આગોતરું આયોજન : ગીર જંગલ વિસ્તારમાં કુદરતી અને અપ્રાકૃતિક મળીને કુલ 618 કરતાં વધુ પીવાના પાણીના સ્ત્રોત હયાત છે. જે પૈકી કુદરતી સ્ત્રોત કે જે વરસાદ આધારિત નદીથી ભરાયેલા રહે છે. તેને બાદ કરીને અપાકૃતિક પાણીના સ્ત્રોતમાં વન વિભાગે બહારથી પાણી પૂરું પાડવાને લઈને વ્યવસ્થાઓ પૂર્ણ કરી છે. ઉનાળાના દિવસો દરમિયાન કોઈ પણ પશુ પક્ષી કે પ્રાણીને પીવાના પાણીની કમી ન પડે તે માટેનુ આગોતરું આયોજન પણ કર્યું છે.
આ પણ વાંચો :Junagadh Lion: ગીર દેવડીયા સફારી પાર્કમાં એકદમ નજીકથી સિંહ દર્શન કરતા પ્રવાસીઓ
કુદરતી સંસાધનોનો કરાશે ઉપયોગ :ગીર જંગલ વિસ્તારમાં કુલ 618 કરતાં વધુ જંગલી પ્રાણીઓ પશુઓ અને પક્ષીઓ માટે પીવાના પાણીના સ્ત્રોત હાલ હયાત જોવા મળે છે. જે પૈકીના 450 કરતા વધુ અપ્રાકૃતિક પાણીના સ્ત્રોતને પવનચક્કી સોલાર ઉર્જા પંપ કે માણસોની મદદ લઈને ટેન્કર દ્વારા આગામી ત્રણ મહિના સુધી પીવાના પાણીના સ્ત્રોતને ભરવાનું આયોજન કરાયું છે. જંગલના રાજા ગણાતા સિંહને કોઈ મોટી પરેશાનીનો સામનો ન કરવો પડે તેમજ પાણીની પૂરતી વ્યવસ્થા થઈ શકે તે માટેનું આયોજન વન વિભાગ સાસણ દ્વારા કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો :Video Viral : રણ મેદાનમાં સાવજે શ્વાન સામે હથિયાર હેઠા મુક્યા, જૂઓ વિડીયો
જંગલમાં કેટલા પ્રાણીઓ : ગીર જંગલ વિસ્તારમાં 300 કરતાં વધુ પ્રજાતિઓના પક્ષીઓ 570 કરતાં વધુ સિહો 1000થી વધુ દીપડાઓની સંખ્યા નોંધાયેલી છે. જેની સાથે ખૂબ મોટા પ્રમાણમાં તૃણાહારી પ્રાણીઓ પણ જોવા મળે છે, ત્યારે ઉનાળાના ગરમીના દિવસે દરમિયાન આ તમામ પ્રાણીઓને પીવાના પાણીની કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે વ્યવસ્થા કરવા માટે વન વિભાગે કમર કસી લીધી છે. આજથી પીવાના અપ્રાકૃતિક પાણીના સ્ત્રોતને ભરવાની વ્યવસ્થા શરૂ કરી છે.