ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં શ્રમિકો વિશેષ ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ જવા રવાના થયા - corona latest updates

ઉત્તર પ્રદેશ રાજ્યના કેટલાક મજૂરો તેમને વતન પરત મોકલવામાં આવે તેવી માંગ જિલ્લા વહીવટીતંત્ર સમક્ષ કરતા રહ્યા હતા એક અઠવાડિયા પહેલા આ મજૂરોએ જિલ્લા કલેકટર કચેરીએ ધરણા કર્યા હતા.હજાર કરતાં વધુ શ્રમીકોને આજે વિશેષ ટ્રેન મારફત તેમના વતન રાજ્ય ઉત્તર પ્રદેશ મોકલવામાં આવ્યા છે.

જૂનાગઢમાં શ્રમિકો વિશેષ ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ જવા રવાના થયા
જૂનાગઢમાં શ્રમિકો વિશેષ ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ જવા રવાના થયા

By

Published : May 16, 2020, 6:36 PM IST

જૂનાગઢઃ ઉત્તર પ્રદેશમાં હજાર કરતાં વધુ શ્રમિકોને તેમના વતન પરત મોકલવામાં આવ્યા છે. જૂનાગઢમાં રહીને શ્રમિકનું કામ કરતા ઉત્તર પ્રદેશના હજાર કરતાં વધુ શ્રમીકોને આજે વિશેષ ટ્રેન મારફત તેમના વતન રાજ્ય ઉત્તર પ્રદેશ મોકલવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી આ મજૂરો તેમને વતન પરત મોકલવામાં આવે તેવી માગ કરી રહ્યા હતા જેને પગલે આજે તેમને વિશેષ ટ્રેન મારફત વતન પરત મોકલાયા હતા.

જૂનાગઢમાં શ્રમિકો વિશેષ ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ જવા રવાના થયા
છેલ્લા ૫૦ કરતા વધુ દિવસોથી લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે. ત્યારે શ્રમિકોની માગ જિલ્લા વહીવટી તંત્ર અને સરકાર સમક્ષ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. જેના ભાગરૂપે આજે હજાર કરતાં વધુ શ્રમિકોને વિશેષ ટ્રેન મારફત તેમના વતન રાજ્ય ઉત્તર પ્રદેશ મોકલવામાં આવ્યા હતા. આ શ્રમીકોને તેમના વતન ઉત્તર પ્રદેશ જતા પહેલા આરોગ્ય વિભાગના અધિકારી અને કર્મચારીઓ દ્વારા તેમની તબીબી ચકાસણી કરવામાં આવી હતી તેમજ જતી વખતે સામાજિક અંતરનું ભંગ ન થાય તેને લઈને પણ ચુસ્ત પોલીસ વ્યવસ્થા સાથે તમામ શ્રમિકોને જુનાગઢ રેલવે સ્ટેશન પરથી વિશેષ ટ્રેનમાં બેસાડવામાં આવ્યા હતા. આ શ્રમિકો આવતીકાલ સુધી તેમના વતન પહોંચી જશે. શ્રમિકોને અહીંથી એક દિવસ ચાલે તેટલા ફુડપેકેટ અને ભોજન પણ સાથે આપવામાં આવ્યુ હતુ.

ABOUT THE AUTHOR

...view details