ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / state

Junagadh News: જૂનાગઢમાં 50 થી વધુ ખેલાડીઓ લઈ રહ્યા છે કબડ્ડીની તાલીમ, રાષ્ટ્રીય રમતમાં યુવાનોનો રસ વધ્યો - national level competition

જૂનાગઢના ખેલાડીઓને બિલકુલ વિનામૂલ્યે કબડીનું શિક્ષણ અને પ્રશિક્ષણ તાલીમ પામેલા ટ્રેનરો દ્વારા આપવામાં આવી રહ્યું છે. તાલીમમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓ ગુજરાતની ટીમમાં સ્થાન મેળવવા માટે પરસેવો પાડી રહ્યા

Junagadh News: 50 થી વધુ ખેલાડીઓ લઈ રહ્યા છે કબડ્ડીની તાલીમ, રાષ્ટ્રીય રમતમાં યુવાનોનો રસ વધ્યો
Junagadh News: 50 થી વધુ ખેલાડીઓ લઈ રહ્યા છે કબડ્ડીની તાલીમ, રાષ્ટ્રીય રમતમાં યુવાનોનો રસ વધ્યો
author img

By

Published : Jun 28, 2023, 9:49 AM IST

જૂનાગઢમાં 50 થી વધુ ખેલાડીઓ લઈ રહ્યા છે કબડ્ડીની તાલીમ

જૂનાગઢ:શહેરના યુવાનો ભારત ની રાષ્ટ્રીય રમત કબડી પ્રત્યે વિશેષ ઉત્સાહ અને લગાવ દર્શાવતા જોવા મળી રહ્યા છે. જૂનાગઢ શહેરમાં આવેલ ગુજરાત સ્પોર્ટ્સ દ્વારા જૂનાગઢ શહેરના યુવાન ખેલાડીઓને બિલકુલ વિનામૂલ્યે તાલીમ આપવાનું આયોજન થયું છે. જેમાં શહેરના 50 કરતાં વધુ ખેલાડીઓ કબડીની તાલીમ પ્રશિક્ષકો પાસેથી મેળવી રહ્યા છે. દિવસના બે વિભાગમાં યુવાનો કબડીના વિશેષ દાવ પેચ અને રમત પ્રત્યેનું શિક્ષણ અને પ્રશિક્ષણ ખાસ તાલીમ પામેલા પ્રશિક્ષકો પાસેથી કબડી રમતના દાવપેચ અને સાવધાનીઓ અંગે બારીકાઈનું શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે.

કબડીનો દબદબો: ભારતની રાષ્ટ્રીય રમત તરીકે ઓળખાતી કબડીનો દબદબો એક સમયે વિશ્વના દેશોમાં પણ જોવા મળતો હતો. ઘણા વર્ષોની મહેનત બાદ વિશ્વના ખેલ મહાકુંભ એવા ઓલમ્પિક રમતોત્સવમાં પણ કબડીને સામેલ કરવામાં આવી હતી. ત્યારથી લઈને ભારતની કબડી ટીમે ઓલમ્પિક જેવા વૈશ્વિક રમતોત્સવમાં પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને ભારતને ગૌરવ અપાવ્યું હતું. ત્યારબાદ કબડીની રમત વિશ્વસ્તરે પોતાનું અસ્તિત્વ શરૂ કરી રહી હતી આવા સમયે ઓલમ્પિક માંથી કબડી રમતને દૂર કરી દેવામાં આવી જે કબડીના ખેલાડીઓ અને રમત પ્રત્યે ખૂબ મોટો આઘાત અને પ્રહાર હતો.

in article image
ક'કબ્બડીનો ક' જૂનાગઢના યુવાનો રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવા માટે કબડીના દાવ પેચનું શિક્ષણ મેળવી રહ્યા છે

માર્ગદર્શન પૂરું પાડવામાં આવે: ભારતમાં ક્રિકેટની જેમ હવે કબડી લીગનું પણ આયોજન થઈ રહ્યું છે. તેને કારણે નાના નાના શહેરો અને ખાસ કરીને જે યુવાનો કબડી પ્રત્યે વધુ લગાવ ધરાવે છે. તેઓ કબડી લીગમાં સ્થાન મળે તે માટેના પ્રયાસો મેદાન પર પોતાની મહેનતથી પરસેવો પાડીને કરી રહ્યા છે. જેમાં પ્રશિક્ષકો દ્વારા તેને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.

" યુવાન ખેલાડીઓએ કરી etv સાથે વાતગુજરાત સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા કબડીના ખેલાડીઓ તૈયાર થાય તે માટે આયોજન કરાયું છે. જેમાં 50 જેટલા નવયુવાન ખેલાડીઓ મહેનત કરી રહ્યા છે. કબડીના ખેલાડી હાર્દિક જેઠવા એ ઈટીવી ભારત સાથે વાત કરી હતી ને જણાવ્યું હતું કે તેઓ ભારતની રાષ્ટ્રીય ટીમમાં પસંદગી થવા માટેના ઉત્સાહક સાથે ખૂબ જ મહેનત કરી રહ્યા છે દિવસના બે વિભાગમાં તૈયારીઓ કરીને પ્રથમ રાજ્ય અને ત્યારબાદ રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવા માટે તેઓ આશાસ્પદ બની રહ્યા છે" -- હાર્દિક જેઠવા (કબડી ખેલાડી)

સ્ટેપ વિશે પ્રશિક્ષણ:પ્રશિક્ષક જીગ્નેશભાઈ પણ કબડીની રમતમાં પોતાનું કેરિયર બનાવવા માગતા યુવાન ખેલાડીઓને કબડી રમતના બારીકાઈના દાવ પેચ અને સ્ટેપ વિશે પ્રશિક્ષણ આપી રહ્યા છે. જે રીતે વર્તમાન સમયમાં કબડી રમતને લઈને યુવાન ખેલાડી ન હકારાત્મક પ્રતિભાવ જોવા મળે છે. તે જોતા આગામી દિવસોમાં જૂનાગઢનો કોઈ ખેલાડી રાજ્ય અને દેશની ટીમમાં જૂનાગઢનું પ્રતિનિધિત્વ કરતા હશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

  1. Junagadh News : જૂનાગઢમાં સેટેલાઈટ જમીન સર્વેમાં એજન્સીની ભૂલોને લઈને ખેડૂતોમાં રોષ, ખેતરના માપ બદલાયા
  2. Junagadh Crime : જૂનાગઢમાં સસરાએ બાળપણના મિત્રને સાથે રાખીને વિધવા પુત્રવધુની કરી હત્યા

ABOUT THE AUTHOR

...view details