જુનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં ચૈત્ર સુદ નોમના દિવસે એક સાથે બે પર્વની ઉજવણી જૂનાગઢ : ચૈત્ર સુદ નોમ એટલે કે આ દિવસે ભગવાન સ્વામિનારાયણનું 242 વર્ષ પૂર્વે અયોધ્યા નજીક છપૈયા ખાતે પ્રાગટ્ય થયું હતું. ત્યારથી ચૈત્ર સુદ નોમના દિવસે સ્વામિનારાયણ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણ સમાજ સુધારક તરીકે પુજવવામાં આવે છે. સ્વામિનારાયણનો જન્મ ઉત્તર પ્રદેશના છપૈયામાં થયો હતો, પરંતુ તેમણે તેમનું કાર્યક્ષેત્ર સૌરાષ્ટ્રને બનાવ્યું હતું. જેથી અહીં તેમની ધાર્મિક ભાવનાઓ સાથે લોકો જોડાયેલા જોવા મળે છે.
ઘનશ્યામ મહારાજ જન્મ : ચૈત્ર સુદ નોમના દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના ઘનશ્યામ મહારાજનો અયોધ્યા નજીક છપૈયા ગામમાં પ્રાગટ્ય થયું હતું, ત્યારે ઘનશ્યામ મહારાજની 242મી જન્મ જયંતીની સ્વામિનારાયણ સંપ્રદાયમાં આસ્થા સાથે ઉજવણી કરે છે. ઘનશ્યામ મહારાજ દ્વારા સ્થાપવામાં આવેલી ધાર્મિક પરંપરાને અનુસરીને સંપ્રદાય આજે ચાલી રહ્યો છે. જેમાં ઘનશ્યામ મહારાજના પ્રાગટ્યને મહત્વનો માનવામાં આવી રહ્યું છે. પ્રાચીન શાસ્ત્રો અનુસાર ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય પૃથ્વી પર આસુરી શક્તિનો નાશ અને શાસ્ત્રના સ્થાપન મુજબનું જીવન માટે થયો હોવાનું સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનવામાં આવે છે.
આ પણ વાંચો :Navsari News : કથાનું રસપાન કરીને ચા-ભજીયાનો આનંદ લેતા સંઘવી
212 શ્લોકની શિક્ષાપત્રી :ઘનશ્યામ મહારાજની પ્રતિબદ્ધતા, સભ્ય સમાજ સુસંસ્કૃત શિક્ષિત કુરિવાજો મુકત અને વ્યસનોથી દૂર રહે તે પ્રકારના સમાજ જીવનની સ્થાપના કરવા માટે મહેનત કરી હતી. તેમજ તેમના સ્વ હસ્તે લખાયેલી 212 શ્લોકની શિક્ષાપત્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રત્યેક હરિભક્તો માટે દિવ્ય સમાન માનવામાં આવે છે. સ્વામિનારાયણ દ્વારા સ્વ હસ્તે લખવામાં આવેલી આ શિક્ષાપત્રીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પણ આદર માન આપતા હતા. તેઓ માનતા હતા કે શિક્ષાપત્રીના 212 શ્લોકમાં મુજબનું જીવન કોઈ પણ વ્યક્તિ જીવી શકે તો અનિષ્ટો દુર્ગુણોને સભ્ય સમાજમાં ક્યારેક જગ્યા ન મળી શકે.
આ પણ વાંચો : Ramnavmi ISKCON: ભગવાન રામ, લક્ષ્મણ, સીતા, હનુમાનજી પર અભિષેક કરવામાં આવ્યો
એક સાથે બે પર્વ : ચૈત્ર સુદ નોમના દિવસે રાત્રીના 10 વાગ્યે અને 10 મીનીટે ઘનશ્યામ મહારાજનો પ્રાગટ્ય અયોધ્યા નજીક છપૈયા ગામમાં થયો હતો. જેને અનુલક્ષીને જુનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં રાત્રીના 10 કલાક અને 10 મિનીટે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરીને ઘનશ્યામ મહારાજની 242મી જન્મ જયંતી ઊજવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે રામ નવમી અને ઘનશ્યામ મહારાજની જન્મ જયંતીના બેવડા શુભ પ્રસંગે હરિભક્તોમાં ભગવાન શ્રીરામના જન્મોત્સવ અને ઘનશ્યામ મહારાજના પ્રાગટ્ય દિનની ઉજવણીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામ નવમીના દિવસે સ્વામી મંદિરમાં વિવિધ ધાર્મિક ઉજવણી અને પૂજા કરીને ઘનશ્યામ મહારાજના પ્રાગટ્ય મહોત્સવ અને ભગવાન શ્રી રામચંદ્રજીની જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી હતી.