- જૂનાગઢ જિલ્લાની મેંદરડા પોલીસને મળી મોટી સફળતા
- અઢી કરોડના સોનાના ફ્રોડ કેસમાં ફરાર મહિલાને ઝડપી પાડી
- પોલીસે પકડી પાડેલી મહિલાને સુરત DCB શાખાને સોંપી દેવામાં આવી
જૂનાગઢઃ છેલ્લા એક વર્ષથી સુરત શહેરમાં અઢી કરોડની આસપાસના સોનાનો ફ્રોડ (gold fraud case) કરીને એક મહિલા ફરાર થઈ ગઈ હતી. જેની ફરિયાદ સુરત DCB(District Crime Branch) શાખાના પોલીસ ચોપડે નોંધાયેલી હતી. આ મહિલા એક વર્ષથી ફરાર હતી જેને પકડવા માટે પોલીસ મથામણ કરી રહી હતી. ત્યારે જૂનાગઢની મેંદરડા પોલીસને(Junagadh Police) મળેલી પૂર્વ બાતમીને આધારે ફરાર મહિલા(Women Crime) મેંદરડા તાલુકાના હરીપર ગામમાં હોવાની માહિતી મળતા પોલીસે શકમંદ મહિલાની અટકાય કરીને તેની પૂછપરછ હાથ ધરતા આ મહિલાની ધરપકડ(Gold Crime) કરીને સુરત DCB શાખાને સુપરત કરી છે.
મેંદરડા પોલીસને આરોપીને શોધવામાં મળી સફળતા
આજથી એક વર્ષ પૂર્વે આરોપી મહિલા સુરત DCB શાખા હેઠળના વિસ્તારમાંથી અઢી કરોડ રૂપિયાના સોનાનો ફ્રોડ કરીને ફરાર થઈ ગઈ હતી. ત્યારે જૂનાગઢ પોલીસને મળેલી બાતમીને આધારે મેંદરડા તાલુકાના હરિપુર ગામના હોલીડે ફાર્મમાં તેના પતિ સાથે ભાડાના મકાનમાં રહેતી હોવાની વિગતો મળી હતી. જેને લઇને પોલીસે હરીપર ગામના પટેલ હોલીડે ફાર્મમાં શકમંદ મહિલાને પકડી પાડીને પૂછપરછ હાથ ધરતા આ મહિલા સુરત(Surat crime) વિસ્તારમાં અઢી કરોડનો સોનાનો ફ્રોડ કરીને ત્યાંથી ફરાર થઈ હોવાની કબૂલાત આપતા પોલીસે તેની વિધિવત અટકાયત કરીને સુરત DCB શાખાને હસ્તગત કરી છે