ગુજરાત

gujarat

ETV Bharat / state

Junagadh News: જૂનાગઢમાં 144 કલમ અન્વયે પશ્ચિમ બંગાળથી આવેલા યાત્રિકો ફસાયા

ગઈકાલે જુનાગઢ શહેરમાં અતિ ભારે વરસાદ પડ્યો છે જેને ધ્યાને રાખીને લોકોની સલામતી અને ખાસ કરીને ફરવાના તેમજ ધાર્મિક સ્થળો પર લોકો એકઠા ન થાય તે માટે જિલ્લા કલેકટર દ્વારા 144 ધારા લગાવવામાં આવી છે ત્યારે આજે બંગાળથી આવેલા 100 કરતાં વધુ યાત્રિકો ભવનાથમાં પ્રવેશ મેળવવાને લઈને ફસાયેલા જોવા મળતા હતા

By

Published : Jul 24, 2023, 7:17 AM IST

Updated : Jul 24, 2023, 1:22 PM IST

Junagadh News: જૂનાગઢમાં 144 કલમ અન્વયે પશ્ચિમ બંગાળથી આવેલા યાત્રિકો ફસાયા
Junagadh News: જૂનાગઢમાં 144 કલમ અન્વયે પશ્ચિમ બંગાળથી આવેલા યાત્રિકો ફસાયા

જૂનાગઢમાં 144 કલમ અન્વયે પશ્ચિમ બંગાળથી આવેલા યાત્રિકો ફસાયા

જૂનાગઢઃજૂનાગઢમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે જુનાગઢ શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળતી હતી. જેને ધ્યાને રાખીને જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા જુનાગઢ શહેર અને ખાસ કરીને ફરવાના તેમજ ગિરનાર અને વેલીગ્ડન ડેમ તેમજ ભવનાથ વિસ્તારમાં ધારા 144 અંતર્ગત તમામ પ્રકારના પ્રવેશને નિષેધ કરાયો છે.

પ્રવેશ અટકાવાયોઃ બંગાળથી જૂનાગઢની ધાર્મિક યાત્રા પર આવેલા 100 કરતાં વધુ મહિલા પુરુષ અને બાળકો ભવનાથમાં આવીને અટકી ગયા છે. 144 કલમ લગાવવાને કારણે તેમને ભવનાથમાં પ્રવેશ કરવા દેવામાં આવ્યો ન હતો. જેને કારણે બંગાળના આ ભાવિકોએ માર્ગ પર જ શ્રી હરિ કૃષ્ણના કીર્તન ગાઈને સમય પસાર કર્યો હતો. જુનાગઢ જિલ્લા કલેકટરે અતિ ભારે વરસાદ બાદ રાહત કાર્યમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ઊભો ન થાય તેમજ હજુ પણ જૂનાગઢ જિલ્લામાં અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

જાહેરનામું હતુંઃ આવી પરિસ્થિતિમાં લોકો પર્યટન અને ખાસ કરીને ભવનાથ વિસ્તારમાં ન પ્રવેશે તેને લઈને જાહેરનામું અમલમાં મૂકવામાં આવ્યું હતું. ગઈકાલે ભવનાથમાં અતિ ભારે વરસાદ પડ્યો છે. વધુ એક વખત વરસાદના એલર્ટને લઈને સામાન્ય લોકોની સાથે પ્રવાસીઓ કોઈ મુશ્કેલીમાં ન ફસાય તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયો હતો. પાછલા પંદર દિવસથી ભારત ધાર્મિક યાત્રા પર નીકળેલા બંગાળના 100 કરતાં વધુ પ્રવાસીઓ સાથે આવેલા બિપ્લવે etv ભારત સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી.

ડાકોરથી જૂનાગઢ આવ્યાઃ ગઈકાલે ડાકોરથી નીકળ્યા હતા. પરંતુ જૂનાગઢમાં કાલે અતિવારે વરસાદ પડ્યો તેને કારણે તેઓ જુનાગઢ પહોંચી ચૂક્યા છે. પરંતુ ભવનાથમાં અને ખાસ કરીને ગુરુદત્ત મહારાજના દર્શન કરવાની લઈને ખૂબ જ આશાવાદી બની રહ્યા છે. તેઓ કીર્તન કરીને ભવનાથ બહાર સમય પસાર કરી રહ્યા છે. જ્યારે મંજૂરી મળે ત્યારે ભવનાથમાં પ્રવેશ કરીને તેમની ધાર્મિક યાત્રા આગળ વધારવા માટે કટિબદ્ધ બની રહ્યા છે.

  1. Gujarat Govt:આદિજાતિ સ્નાતક યુવક-યુવતીઓને કોચિંગ માટે સરકાર કરશે 20,000ની મદદ
  2. Gujarat By Election : સ્થાનિક સ્વરાજ પેટા ચૂંટણીને લઈને ભાજપે જાહેર કર્યા ઉમેદવારોના નામ
Last Updated : Jul 24, 2023, 1:22 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details