જૂનાગઢ મનપાની ચૂંટણી માટે 21મી જુલાઈએ મતદાનનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે ઉમેદવારી પરત ખેંચવાના દિવસે વોર્ડ નંબર 3ના કોંગ્રેસના 4 ઉમેદવારોએ તેમનું ઉમેદવારી પત્રક પરત ખેંચી લેતા ભાજપના 3 ઉમેદવારો બિન હરીફ વિજેતા થયા હતા. જેમનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું.
જૂનાગઢ મનપાની ચૂંટણી પહેલા ભાજપના 3 ઉમેદવારો બિન હરીફ વિજેતા
જૂનાગઢ : શહેરની મનપાની ચૂંટણી પહેલા ભાજપને પ્રથમ સફળતા મળી હતી. વોર્ડ નંબર 3ના ઉમેદવારો બિન હરીફ વિજેતા થતા તેમનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું.
જૂનાગઢ મનપાની ચૂંટણી પહેલા ભાજપના 3 ઉમેદવારો બિન હરીફ વિજેતા
જેમાં વિજેતા ઉમેદવાર અબ્બાસ કુરેશી, શરીફા કુરેશી ,નિશા કારિયા અને અને તેમના સમર્થકો જોડાયા હતા. વિજય સરઘસ સમગ્ર વોર્ડ નંબર 3માં ફરીને તમામ મતદારોનું અભિવાદ કર્યુ હતું. 4 જુલાઈના રોજ અબાસ કુરેશી અને તેમના સાથે અન્ય 3 કોર્પોરેટરો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ભાજપે 3 પૂર્વ કોર્પોરેટરોને ભાજપની ટિકિટ આપીને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. જે હરીફ વિજેતા જાહેર થયા હતા.