ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના વાઇરસના ભય વચ્ચે જાહેરમાં થૂંકનારાઓ પાસેથી જૂનાગઢ મનપાએ લીધો અધધ... દંડ - કોરોના વાઇરસ

કોરોના વાઇરસને કારણે આપવામાં આવેલા લોકડાઉન દરમિયાન જાહેરમાં થુંકનારા નવ હજાર કરતાં વધુ વ્યક્તિઓને જૂનાગઢ મનપા દ્વારા આકરો દંડ કરવામાં આવ્યો છે. 70 દિવસ દરમિયાન જૂનાગઢ મનપાના અધિકારીઓ દ્વારા વસૂલવામાં આવેલા પોલ્યુશન ચાર્જ અન્વયે મનપાને 1 લાખ 39 હજારની વધારાની આવક થવા પામી હતી.

મનપાએ વસુલ્યો આકરો દંડ
મનપાએ વસુલ્યો આકરો દંડ

By

Published : Jul 9, 2020, 7:52 PM IST

જૂનાગઢ: કોરોના વાઇરસને કારણે લાદવામાં આવેલા લોકડાઉન દરમિયાન જો કોઈ પણ વ્યક્તિ જાહેરમાં થૂંકશે અથવા તો તેવો પ્રયાસ કરશે તેવી તમામ વ્યક્તિઓ પાસેથી પ્રથમ તબક્કામાં 500 રૂપિયા પ્રદૂષણ ચાર્જ લેવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. તે સમય દરમિયાન જૂનાગઢ મનપા દ્વારા અંદાજિત બે હજાર કરતા વધુ કેસ કરીને જાહેરમાં થુંકનાર તમામ વ્યક્તિઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. જેને કારણે જૂનાગઢ મનપાની આવકમાં 1 લાખ 39 હજારનો વધારો થયો છે.

જાહેર કચેરીમાં થુંકનાર
રાજ્ય સરકાર દ્વારા દંડની રકમમાં 300 રૂપિયાનો ઘટાડો કરીને તેને 200 રૂપિયા સુધી નિર્ધારિત કરવામાં આવી હતી. તે સમય દરમિયાન પણ સાત હજાર કરતાં વધુ વ્યક્તિઓ જાહેરમાં થૂંકવાનો પ્રયાસ કરતા મનપાના અધિકારીઓના હાથે ઝડપાઇ ગયા હતાં.
કાળવા ચોક

જેને પણ 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સમગ્ર લોકડાઉન દરમિયાન જૂનાગઢ મનપાની હદમાં અંદાજિત નવ હજાર કરતાં વધુ વ્યક્તિઓ જાહેરમાં થૂંકતા ઝડપાઈ ગયા હતાં. જેને કારણે જૂનાગઢ મનપાને 1 લાખ 39 હજારની આવક થવા પામી હતી.

નરસિંહ મહેતા
કોરોના વાઇરસને વધુ ફેલાતો અટકાવવા માટે જાહેરમાં થુંકનાર સામે રાજ્ય સરકાર દ્વારા દંડની જોગવાઇ કરવામાં આવી હતી. જે આજે પણ અમલમાં જોવા મળે છે. તેમ છતાં કેટલાક લોકો અને ખાસ કરીને પાન માવાના બંધાણીઓ જાહેરમાં થૂંકીને તેમના ખિસ્સા હળવા કરવા માટે સામેથી આવતા હોય તેવો અનુભવ લોકડાઉન દરમિયાન જૂનાગઢ મનપાના અધિકારીઓને થયો હતો.
મનપાએ વસુલ્યો આકરો દંડ

ABOUT THE AUTHOR

...view details