ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકારના અનલોક સામે જૂનાગઢના વેપારી સંગઠનોનું બપોરના બે વાગ્યા બાદ લોકડાઉન - junagadh merchant call lockdown

જૂનાગઢના કેટલાક વેપારી સંગઠનો દ્વારા સોમવારથી તેમની દુકાન અને વેપારી એકમોને બપોરના બે કલાક બાદ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તેને જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉતાવળિયો અને શહેરને અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડનાર ગણાવીને વેપારી સંગઠનના આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો હતો. તો સામા પક્ષે કેટલાક વેપારી સંગઠનો ગ્રાહકના હિતમાં કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે, તેવું જણાવી ને તેમના નિર્ણય યોગ્ય હોવાનું જણાવી રહ્યા છે.

સરકારના અનલોક સામે જૂનાગઢના કેટલાક વેપારી સંગઠનો બપોરના બે વાગ્યા બાદ લોકડાઉન
સરકારના અનલોક સામે જૂનાગઢના કેટલાક વેપારી સંગઠનો બપોરના બે વાગ્યા બાદ લોકડાઉન

By

Published : Jul 6, 2020, 5:29 PM IST

જૂનાગઢઃ શહેરમાં છેલ્લા ચાર દિવસમાં 50 કરતા વધુ કોરોના સંક્રમિત કેશો સામે આવ્યા છે, જેને કારણે શહેરમાં ભયનો માહોલ ઊભો થઈ રહ્યો હતો. જેને ધ્યાને લઇને જૂનાગઢ શહેરના કેટલાક વિસ્તારોમાં શાકભાજી કરિયાણું અને અન્ય ચીજોનું વેચાણ કરતા એકમો સવારના આઠ કલાકથી બપોરના બે કલાક સુધી ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઇને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેપારીઓના આ નિર્ણયને ઉતાવળીઓ અને વગર વિચારે કર્યો હોવાનો મત પ્રગટ કર્યો છે.

સરકારના અનલોક સામે જૂનાગઢના વેપારી સંગઠનોનું બપોરના બે વાગ્યા બાદ લોકડાઉન

ચેમ્બર ઓફ કોમર્સ માને છે કે જે પ્રકારે લોકડાઉનના 72 દિવસ સુધી જૂનાગઢ શહેર અને જિલ્લામાં તમામ વેપાર અને રોજગાર બંધ રાખવામાં આવ્યા હતા, જેની વિપરીત અસરો જૂનાગઢના અર્થતંત્ર પર પણ પડી રહી હતી, ત્યારે સરકાર દ્વારા અનલોક કરવામાં આવી રહ્યું છે. તેવા સમયમાં કેટલાક વેપારીઓ દ્વારા બજાર મર્યાદિત સમય માટે ખુલ્લી રાખવાનો જે નિર્ણય કર્યો છે તે અયોગ્ય છે, વધુમાં ચેમ્બર ઓફ કોમર્સ એવું માને છે કે મર્યાદિત સમય માટે બજાર ખોલવાથી ખરીદી માટે લોકોની ભીડ વધુ એકત્ર થશે તેવા સમયમાં કોરોના સંક્રમણ વધુ ફેલાશે જેને રોકવું મુશ્કેલ બની શકે તેમ છે.

સરકારના અનલોક સામે જૂનાગઢના કેટલાક વેપારી સંગઠનો બપોરના બે વાગ્યા બાદ લોકડાઉન

ચેમ્બરે તમામ વેપારીઓને એક સુઝાવ આપ્યો છે કે દુકાનમાં માસ્ક ફરજિયાત કરવુ, સામાજિક અંતરનું પાલન કરવું, તેમજ દરેક ગ્રાહકના હાથને સેનીટાઇઝર વડે સાફ કરવામાં આવે તો કોરોના સંક્રમણ ફેલાતું અટકાવાવમાં મદદ મળશે. જે જૂનાગઢના અર્થતંત્ર માટે આવકારદાયક માનવામાં આવશે.

સરકારના અનલોક સામે જૂનાગઢના કેટલાક વેપારી સંગઠનો બપોરના બે વાગ્યા બાદ લોકડાઉન

પરંતુ જૂનાગઢના ઝાંઝરડા રોડ કરીયાણા બજાર અને કડીયાવાડ શાક માર્કેટ સહિત અન્ય બજારો સોમવારે બપોરના ત્રણ કલાક બાદ બંધ રાખવાનો નિર્ણય સ્થાનિક વેપારી સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે. એક તરફ જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ લોકોના હિત અને રોજગારને લઈને બજારો ખુલ્લી રાખવાની વાત કરી રહી છે, તો સામા પક્ષે કેટલાક વેપારી સંગઠનો ગ્રાહકોના હિતમાં બજાર બંધ રાખવાની વાત કરી રહ્યા છે.

સરકારના અનલોક સામે જૂનાગઢના કેટલાક વેપારી સંગઠનો બપોરના બે વાગ્યા બાદ લોકડાઉન

કોરોના વાઇરસને કારણે જૂનાગઢ શહેરમાં પ્રથમ વખત વેપારી સંગઠન અને તેના પર નિયંત્રણ કરતું વેપારી મહામંડળ ગ્રાહકોના હિતમાં સામે જોવા મળી રહ્યા છે કે ત્યારે આજથી અમલમાં આવનાર નવા નિર્ણય કેટલા સમય માટે જૂનાગઢ શહેરમાં અમલમાં જોવા મળશે તે જોવું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details