જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીઓને લઇને ભાજપ દ્વારા સોમવારના રોજ તેમનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. જુનાગઢ શહેરને તીર્થ નગરી તરીકે વિકસિત કરવાનો શહેરનાં પ્રાચીન નરસિંહ મહેતા સરોવરને બ્યુટીફીકેશનના માધ્યમથી રમણીય બનાવવા, શહેરની ટ્રાફિક સમસ્યાને હળવી કરવા તેમજ તેનું નિરાકરણ થાય તે માટે રેલવે લાઈનો પર ઓવર બ્રિજ બનાવવા લોકોને સારી સુવિધા મળી રહે તે માટે અને ખાસ કરીને મહિલાઓ માટેના જાહેર ટોયલેટ બનાવવા સહિતના કામોને ભાજપ દ્વારા અગ્રિમતા આપીને તેમનું સંકલ્પ રજૂ કર્યું હતું.
જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીઓને લઇને ભાજપે જાહેર કર્યો તેનો મેનિફેસ્ટો તેઓનું સંકલ્પ પત્ર પ્રદેશ મહામંત્રી ગોરધન ઝડફિયા તેમજ જૂનાગઢના પ્રભારી નીતિન ભારદ્વાજ જૂનાગઢ મહાનગર માટે મેયર પદના નિયુક્ત કરેલા ધીરુભાઈ ગોહિલ પૂર્વ ધારાસભ્ય અને હાલમાં મનપાની ચૂંટણી લડી રહેલા મહેન્દ્રભાઈ મશરૂ જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ એક સાથે જૂનાગઢના વિકાસને લઈને સંકલ્પ પત્ર રજૂ કર્યું હતું. રજૂ થયેલું સંકલ્પ પત્ર વર્ષ 2014માં રજૂ કરવામાં આવેલા સંકલ્પ પત્ર જેવું છે. વર્ષ 2014માં જુનાગઢ રોપ-વે બનશે તે વાતનો ઉલ્લેખ હતો.
ત્યારે આ સંકલ્પ પત્રમાં જૂનાગઢ રોપ-વે કાર્યાન્વિત થઈ જશે અને તેનો લાભ જૂનાગઢ સાથે સમગ્ર દેશની જનતાને થશે તેવો સંકલ્પ રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ જૂનાગઢ શહેરના મોટાભાગના વિસ્તારોને CCTVથી આવરી લઇને ગુનાખોરી પર થોડો કાબૂ રહે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે. તેમજ વિદ્યાર્થીઓને ઈ-લાઈબ્રેરી મારફત તેમની જ્ઞાન શક્તિમાં વધારો થાય તે પ્રકારના કાર્યક્રમો આગામી પાંચ વર્ષમાં જૂનાગઢ મનપા દ્વારા કરવામાં આવશે તેવા વાયદાઓ સંકલ્પ પત્રમાં કરવામાં આવ્યા હતા.
ભાજપ દ્વારા રજૂ કરવામાં આવેલું સંકલ્પ પત્ર ખૂબ જ રળીયામણું અને પ્રથમ દ્રષ્ટિએ સૌ કોઈને આકર્ષી શકે તેવુ કહી શકાય. પરંતુ વર્ષ 2014માં જે પ્રકારે સંકલ્પ પત્ર રજૂ કરવામાં આવ્યું હતું અને તેનો 5 વર્ષ બાદ પણ મોટેભાગે અમલ થયો નથી. ત્યારે ફરી એક વખત સંકલ્પ પત્ર ફરી ભાજપ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. હવે આગામી સમય જ બતાવશે કે 2014માં રજૂ કરેલું સંકલ્પ પત્ર આજે ઠેરનું ઠેર છે. ત્યારે 2019માં રજૂ કરેલા સંકલ્પ પત્ર વર્ષ 2024માં ક્યાં હશે તે જોવું રસપ્રદ બનશે.