ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ લોકસભા સીટના વિજય વિશ્વાસ સંમેલનમાં રાજેશ ચુડાસમાનો વન મેન શો - bjp

જૂનાગઢઃ ગીર સોમનાથના મુખ્યમથક વેરાવળમાં જૂનાગઢ 13 લોકસભા માટે વીજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં રાજેશ ચુડાસમાના સમર્થકોનો પ્રચંડ ઉત્સાહ જોવા મળ્યો હતો.ટિકીટને લઈને ચાલતા અસમંજસ વચ્ચે રાજેશ ચુડાસમાનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું. પ્રધાન મનસુખ માંડવીયા જવાહર ચાવડા અને સાંસદ રાજેશ ચુડાસમાએ વિજયનો વિશ્વાસ આપ્યો હતો.

સ્પોટ ફોટો

By

Published : Mar 26, 2019, 5:21 AM IST

જ્યારે રાજ્યની અન્ય 16 બેઠકો પર ઉમેદવારો જાહેર કરાયા છે. જેમાં જૂનાગઢ 13 લોકસભાનાસાંસદ રાજેશ ચુડાસમા બાબતે કોંકડુ ગુચવાતાં તેના સમર્થકો અને કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.રાજેશ ચુડાસમાના સમર્થકોએ રાજેશના ફોટાઓ અને બેનરો સાથે ભારે સુત્રોચ્ચાર કર્યા હતા.

રાજેશ ચુડાસમાનું શક્તિ પ્રદર્શન


આ પ્રસંગે કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવીયાએ ભાજપની સફળતા વર્ણવી હતી, અને કોંગ્રેસ જાહેર કરેલ 72 હજારની સ્કીમને લોભામણી ગણાવી હતી. તો નવોદીતપ્રધાનજવાહર ચાવડાએ ભાજપની યશગાથા વિશે જણાવ્યુંહતું. વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાએ પોતે 1.35 લાખની લીડથી જીત્યા હતા. પરંતુ ભાજપ જેને પણ ટીકીટ આપે તેને સારથી બની 1.50 લાખની લીડ સાથે કમળ આ જીલ્લામાં ખીલવશે તેવું જણાવ્યુ હતું.

ABOUT THE AUTHOR

...view details