ગુજરાત

gujarat

ETV Bharat / state

કેશોદના 150 કરતાં વધુ દલિત પરિવારે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો

પોરબંદરના ધરમપુર સ્થિત બૌદ્ધ દીક્ષા સંસ્થા (Keshod Religion change) દ્વારા આજે 150 કરતાં વધુ દલિત પરિવારોને બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાનો દીક્ષાં કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. જેમાં 150 દલિત પરિવારના સદસ્યોની સાથે કેશોદ તાલુકાના આસપાસના દલિત સમાજના લોકોએ હાજર રહીને 150 પરિવાર ના સભ્યો એ હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે.

કેશોદના 150 કરતાં વધુ દલિત પરિવારે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો
કેશોદના 150 કરતાં વધુ દલિત પરિવારે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો

By

Published : Dec 25, 2022, 8:20 PM IST

કેશોદઃ પોરબંદરના ધરમપુર સ્થિત બૌદ્ધ દીક્ષા (Keshod Religion change) સંસ્થા દ્વારા 150 કરતાં વધુ દલિત પરિવારોને બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાનો દીક્ષાં કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. જેમાં 150 દલિત પરિવારના સદસ્યોની સાથે કેશોદ તાલુકાના આસપાસના દલિત સમાજના લોકોએ હાજર રહીને 150 પરિવારના સભ્યો એ હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાના કાર્યક્રમમાં હાજર રહીને દિક્ષાં કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

કેશોદના 150 કરતાં વધુ દલિત પરિવારે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો

આ પણ વાંચોઃકોડીનારની મનીષા વાળાએ 20 દેશના ખેલાડીને ધૂળ ચટાડી કિક બોક્સિંગ સ્પર્ધામાં જીત્યા કાંસ્યપદક

બૌદ્ધ ધર્મનો અંગીકારઃકેશોદમાં આજે 150 કરતાં વધુ પરિવારોને હિંદુ ધર્મ છોડીને વિધિવત રીતે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો છે કેશોદ ખાતે આયોજિત કાર્યક્રમમાં 150 કરતાં વધુ દલિત પરિવારના સદસ્યો એક સાથે રહીને બૌદ્ધ (Buddhist religion Keshod) અંગીકાર કર્યો હતો. આ પ્રસંગે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ અને ડો આંબેડકર તેમજ બૌદ્ધ સાહિત્યને સાક્ષી રાખીને હિંદુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો છે. જે પરિવારોએ આજે હિન્દુધર્મ છોડ્યો છે. તેની અગાઉ વહીવટીતંત્રની પૂર્વ મંજૂરી લેવામાં આવી હતી. તે અંતર્ગત જ આજે ધર્મ બૌદ્ધ ધર્મ અંગીકાર કાર્યક્રમ યોજાયો હતો.

કેશોદના 150 કરતાં વધુ દલિત પરિવારે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો

જીવન સમાજને અર્પણઃ જેમાં ખૂબ મોટી સંખ્યામાં કેશોદ સહિત આસપાસના વિસ્તારોમાં રહેતા દલિત સમાજના લોકોએ બૌદ્ધ દીક્ષા સમારોહમાં હાજરી આપી હતી. તથાગત ભગવાન બુદ્ધ ક્ષમતા બંધુત્વ ભાઈચારા દયા કરુણા અને જ્ઞાનના પ્રચાર અને પ્રસાર માટે પોતાનું સમગ્ર જીવન સમાજને અર્પણ કરી દીધું છે. જેને લઈને સંગ દેશનો દલિત સમાજ મુખ્યત્વે બૌદ્ધ ધર્મ પાળતો હતો. પરંતુ આધુનિક સમયમાં દલિત પરિવારો હિન્દુ પરિવારો તરીકે ઓળખાઈ રહયા છે.

આ પણ વાંચોઃપઠાણ ફિલ્મને લઈને સાધુ સંતો મેદાને, મહાશિવરાત્રીના મેળાનો બહિષ્કાર કરવાની આપી ચીમકી

પરિવારો બૌદ્ધઃ દલિત સમુદાયના પરિવારો બૌદ્ધ ધર્મ પાળી રહ્યા છે ટાયરે આજે વધુ 150 કરતા વાળું દલિત પરિવારો એ વહિવટી તંત્રની પૂર્વ મંજૂરી લીધા બાદ હવે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે. જૂનાગઢમાં પણ થોડા સમય પૂર્વે કેટલાક પરિવારોએ હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ નો અંગીકાર કર્યો હતો. કેશોદમાં 150 કરતાં વધુ પરિવારોએ વિધિવત રીતે હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો છે. જેમાં અશોક બુદ્ધ વિહાર પોરબંદરના સાધુ અને અનુયાયીઓએ કેશોદના ધર્મ અંગીકાર સ્થળ પર હાજર રહીને 150 જેટલા દલિત પરિવારોને બૌદ્ધ ધર્મ અંગેની દીક્ષા અપાવી હતી.

ABOUT THE AUTHOR

...view details