જૂનાગઢમાં શિક્ષિત તાલીમી બેરોજગારોએ કલેક્ટરને આવેદન આપ્યું - બે રોજગારો
જૂનાગઢના શિક્ષિત બેરોજગારો નોકરીની માગને લઈને આવ્યા બહાર આવ્યા છે. જિલ્લામાં તાલીમ પામેલા શિક્ષિત બેરોજગારો દ્વારા અનુદાનિત શાળાઓમાં શિક્ષકોની તાકીદે ભરતી કરવામાં આવે તેવી માગ સાથે જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને શિક્ષકોની ભરતી કરવાની માગ કરી છે.
શિક્ષિત તાલીમી બેરોજગારોએ આપ્યું જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર
જૂનાગઢઃ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ટેટ અને ટાટ પાસ શિક્ષિત બેરોજગારો રાજ્ય સરકાર દ્વારા અનુદાનિત ખાનગી શાળાઓમાં ભરતી કરતી નહીં હોવાને કારણે સમગ્ર રાજ્યમાં આંદોલન ચલાવી રહ્યા છે, ત્યારે મંગળવારના રોજ જૂનાગઢમાં પણ ટેટ અને ટાટ પાસ કરી ચૂકેલા શિક્ષિત બેરોજગારોએ આજે જિલ્લા કલકટરને આવેદનપત્ર આપીને રાજ્ય સરકાર દ્વારા તાકીદે શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરી છે.