જૂનાગઢઃ છેલ્લા 36 દિવસથી સમગ્ર દેશમાં lockdownનો અમન ચાલી રહ્યો છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં ઉત્તરપ્રદેશના બાંદા અને ફતેપુર રાઘૌપુર જિલ્લાના 19 જેટલા મજૂરો ફસાયેલા છે, આ મજૂરોની હવે એવી માંગ કરી રહ્યા છે કે તેમને પણ તેમના વતન મોકલવામાં આવે જે પ્રકારે છેલ્લા 35 દિવસથી lockdownમાં આ મજૂરો ફસાયા છે, ત્યારે તેમની ચિંતા તેમનો પરિવાર કરી રહ્યો છે માટે આ મજૂરો હવે તેમના પરિવાર સુધી તેમનું મિલન થાય તેવી માંગ પણ કરી રહ્યા છે.
જૂનાગઢમાં ફસાયેલા ઉત્તર પ્રદેશના 19 મજૂરોની તેમના વતન જવાની માંગ - વતન જવાની માંગ
જૂનાગઢ જિલ્લામાં ફસાયેલા ઉત્તર પ્રદેશના 19 મજૂરો હવે વતન તરફ જવાની તૈયારી કરી રહ્યા છે. છેલ્લા 35 દિવસથી lockdownમાં ફસાયેલા આ મજૂરો હવે તેમના પરિવાર પાસે જવાની માંગ કરી રહ્યા છે.
હાલ સમગ્ર દેશમાં lockdownનો ચાલી રહ્યું છે, હવે ધીરે ધીરે લોકોની ધીરજ ખૂટી હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, જૂનાગઢ જિલ્લામાં મજૂરી માટે આવેલા ઉત્તર પ્રદેશના બાંદા અને ફતેહપુર જિલ્લાના 19 જેટલા મજુરો આજે 36 કરતાં વધુ દિવસથી જૂનાગઢમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. હવે આ મજૂરો તેમને તેમના વતન સુધી પહોંચાડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે, જે પ્રકારે કોરોના વાયરસ રાજ્યની સાથે સમગ્ર દેશમાં પ્રસરી રહ્યો છે અને તેને લઈને હવે ચિંતાનું વાતાવરણ સર્જાઇ રહ્યું છે. ત્યારે ઉત્તરપ્રદેશના બાંદા અને ફતેપુર જિલ્લાના 19 મજૂરો હવે તેમના પરિવાર સાથે જવાની માંગ કરી રહ્યો છે અને આ અંગે તેમણે તેમના ગામના સરપંચ સાથે પણ ટેલિફોનિક વાત કરી છે.
છેલ્લા ત્રણ મહિનાથી આ મજૂરો જૂનાગઢ જિલ્લામાં વિવિધ સ્થળો પર મજૂરી કામ કરી રહ્યા હતા, પરંતુ છેલ્લા 36 દિવસથી જે પ્રકારે lockdownનો અમલ ચાલી રહ્યો છે તેને લઈને હવે આ મજૂરો ખૂબ જ પરેશાન જોવા મળી રહ્યા છે. જેને લઇને હવે તેમનો પરિવાર પણ ખૂબ જ ચિંતિત જોવા મળી રહ્યો છે અને જે પ્રકારે ગુજરાતમાં કોરોનાવાયરસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, તેને લઈને પણ ઉત્તર પ્રદેશમાં રહેતો તમામ 19 મજૂરોના પરિવાર પણ હવે ખૂબ જ ચિંતિત જોવા મળી રહ્યો છે અને આ પરિવારના સભ્યો પણ તેમના પુત્રોને તેમના વતન પરત આવી જવા માટે બોલાવી રહ્યો છે. ત્યારે આ 19 જેટલા મજૂરો હવે અહીંથી તેમને તેમના વતન બાંધા અને ફતેપુર તરફ મોકલવામાં આવે તેવી પ્રશાસન સામે માંગ કરી રહ્યો છે.