જૂનાગઢ શહેરમાં નવાબી કારથી બનાવવામાં આવેલી જામા મસ્જિદમાં મુસ્લિમ બિરાદરોએ રમજાન માસના અંતિમ દિવસે નમાજ અદા કરીને ઈદ-ઉલ-ફિત્રની બંદગી કરી હતી, સવારે 8:30 કલાકે જામા મસ્જિદમાં જૂનાગઢ શહેરના મુસ્લિમ બિરાદરોએ એકઠા થઇ અને અલ્લાહની બંદગી કરી રમજાન ઇદની નમાઝ અદા કરી હતી.
જૂનાગઢમાં મુસ્લિમો દ્વારા ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી
જુનાગઢ: શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા બુધવારના રોજ રમઝાન મહિનાના અંતિમ દિવસે નમાજ અદા કરીને ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢની જામા મસ્જિદમાં મુસ્લિમોએ ઇદની નમાઝ અદા કરીને એકમેકને રમજાન ઇદની મુબારકબાદી પાઠવી હતી.
eid juna
આ મહિના દરમિયાન મુસ્લિમ બિરાદરો 30 દિવસ દરમ્યાન ઉપવાસ કરીને અલ્લાહની બંદગી કરતા હોય છે ત્યારે બુધવારના રોજ રમઝાન માસના અંતિમ દિવસે મુસ્લિમ બિરાદરોએ અલ્લાહની બંદગી કરી નમાઝ અદા કરીને આજે ઇદ-ઉલ-ફિત્રની ઉજવણી કરી હતી.